Gujarat Election: કેજરીવાલે આજે ગજવી કચ્છ-જૂનાગઢમાં જનસભા, ભાજપ- કોંગ્રેસ પર એવા વરસ્યા કે...!

Gujarat Election: જુનાગઢમા ચૂંટણી પહેલા પ્રથમ વખત આપની જનસભા યોજાઈ હતી. જેમા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જુનાગઢની ધરતી સાધુ સંતોની ભૂમિ છે પણ શહેરના શહેરના રસ્તા જોઈને કહયું કે ખાડામાં રોડ છે કે રોડમા ખાડા છે.

Gujarat Election: કેજરીવાલે આજે ગજવી કચ્છ-જૂનાગઢમાં જનસભા, ભાજપ- કોંગ્રેસ પર એવા વરસ્યા કે...!

જૂનાગઢ: વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા અરવિંદ કેજરીવાલ અને પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન સહીત આપ નેતા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

જુનાગઢમા ચૂંટણી પહેલા પ્રથમ વખત આપની જનસભા યોજાઈ હતી. જેમા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જુનાગઢની ધરતી સાધુ સંતોની ભૂમિ છે પણ શહેરના શહેરના રસ્તા જોઈને કહયું કે ખાડામાં રોડ છે કે રોડમા ખાડા છે. આઝાદીના 75 વર્ષ થયા, હજૂ સારા રોડ નથી બનાવી શકી સરકાર. બીજી તરફ ભાજપ કોંગ્રેસ ભેગા મળીને સરકારી સ્કુલોની હાલત ખરાબ કરી નાખી છે અને પ્રાઇવેટ સ્કૂલોનું નિર્માણ કરીને ગરીબ લોકો ને અન્યાય કર્યો છે. 

તેવી જ રીતે સરકારી હોસ્પિટલ ની હાલત પણ એવીજ છે પ્રાઇવેટ હોસ્પિટલને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે અને પોતાની જેબ ભરી છે. આજે કુદરતે ગુજરાતને બધું આપ્યું છે. માત્ર ખામી એટલી છે સચાઈ વાળી સરકારની ડીસેમ્બરમા આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવો દાવો કર્યો હતો. 27 વર્ષથી એક સરકાર છે ત્યારે વૃક્ષ પણ દર વર્ષે પોતાનાં પાંદડા બદલી નાખે છે તમે પણ ડિસેમ્બરમાં સરકાર બદલી નાખજો...

આપ નેતા અરવિંદ કેજરીવાલની ચૂંટણી પહેલાની પ્રથમ જનસભાને સંબોધન કર્યું હતુ અને આશા વર્કર બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ત્યારે બહેનોએ કહ્યું હતું કે અમારી સરકાર બનશે તો ત્રણ મહીના મા તમારો પ્રશ્ન સોલ થઇ જશે. એક મોકો આપને આપવા અપીલ કરી હતી. ગુજરાતમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થઇ રહયાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતનું દર વર્ષનું બજેટ 2.50 લાખ કરોડનું બજેટ છતાં 3.50 લાખનું કર્જ છે, ત્યારે 27 વર્ષથી બજેટ બને છે, રૂપિયા ક્યાં ગયા તમામ નેતાએ મોટી મોટી કોઠી બનાવી લીધી છે અને સ્વિસ બેંકમાંના ખાતામા જમા કરાવી દીધા છે. 

ડિસેમ્બર પછી એવું નહી બને આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી કોઇ ધારાસભ્ય કે મંત્રી એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શકે. પંજાબના કેબિનેટ મંત્રી એ ભ્રષ્ટાચાર કર્યો તો તેને જેલ હવાલે કરવામાં આવ્યો. આજે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. જેટલા લોકોએ રૂપિયા ખાધા છે તેને પાછા દેવા પડશે. ડિસેમ્બર પછી કોઇ પણ કામ એક રૂપિયા વગર થશે તેમ કેજરીવાલે જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news