આદિવાસીઓ માટે કેજરીવાલની છપ્પર ફાડકે જાહેરાત, એક નહિ અનેક વાયદા કર્યાં
Arvind Kejriwal Guaranty To Gujarati : વડોદરામાં અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આપી વધુ એક ગેરન્ટી, આદિવાસીઓને બંધારણીય અધિકારોથી સન્માન અને અધિકાર આપવા કેજરીવાલનો વાયદો
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગુજરાતની પ્રજામાં ધીરે ધીરે વિશ્વાસ પેદા કરી રહ્યાં છે. જેના માટે તેઓ દર અઠવાડિયે આવીને ગુજરાતની પ્રજાને વચન આપી રહ્યાં છે. ત્યારે આજે વડોદરામાં અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આપી વધુ એક ગેરન્ટી આપી છે. આ વખતે તેમણે આદિવાસીઓને વચન આપ્યુ છે. આદિવાસીઓને બંધારણીય અધિકારોથી સન્માન અને અધિકાર આપવા કેજરીવાલે વાયદો કર્યો છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આદિવાસીઓને સન્માન અને અધિકારની ગેરન્ટી આપી છે.
અમને રખમણો કરતા નથી આવતું, અમે મુદ્દાની વાત કરીશું
અરવિંદ કેજરીવાલ ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, આમ આદમી પાર્ટી ઈમાનદાર અને શરીફોની પાર્ટી છે. તે દેશભક્તોની પાર્ટી છે. અમને દંગા ફસાદ, લડાઈ કરતા નથી આવડતું. અમે મુદ્દાની વાત કરીએ છીએ. અત્યાર સુધી અમે ત્રણ ગેરંટી આપી છે. અમે બોગસ મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર નથી આપતા. પંજાબમાં 25 લાખ પરિવારોનું વીજળી બિલ ઝીરો આવ્યું છે. હજી 26 લાખ મળી 51 લાખ પરિવારોને વીજળીનું બિલ ઝીરો આવશે. ગુજરાતનો યુવાન બેરોજગાર છે, તેની પાસે નોકરી નથી. અમે આવીશું તો 10 લાખ સરકારી નોકરી આપની સરકાર આપશે. ગુજરાતમાં પેપર વારંવાર લીક થાય છે. અમે પેપર લીકને લઈ કડક કાયદો બનાવીશું. પેપર ફોડનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું.
આદિવાસીઓ માટે કેજરીવાલની છપ્પર ફાડકે જાહેરાત
તેમણે કહ્યુ કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવી રહ્યાં છે. કેજરીવાલની બેઠકમાં ન જાવ તેવું કહીને તેમને ધમકાવાઈ રહ્યા છે. હું કોઈ આતંકવાદી નથી. વેપારીઓને અમે સન્માન આપીશું, રેડ રાજ ખતમ કરીશું. વેપારીઓ માટે વેટના પેન્ડિંગ રિફંડ 6 મહિનામાં આપીશું.
- આદિવાસી સમાજને આજે અમે ગેરંટી આપવા જઈ રહ્યા છીએ.
- આદિવાસીઓનું ગુજરાતમાં શોષણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજને સંવિધાનના 5 શિડયુલને લાગુ કરીશું.
- ગ્રામ સભાની મંજુરી વિના સરકાર એક્શન નહિ લઈ શકે.
- ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીનો ચેરમેન આદિવાસી જ હશે.
- દરેક આદિવાસી ગામડાઓમાં એક સારી સ્કૂલ ખોલીશું.
- આદિવાસીઓ માટે દરેક ગામડામાં ગાવ ક્લિનિક ખોલીશું.
- આદિવાસી વિસ્તારોમાં સ્પેશિયાલીટી હોસ્પિટલ ખોલીશું.
- આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ સરળતાથી આપીશું.
- જેમની પાસે ઘર નથી તેમને ઘર આપીશું.
- તેમના વિસ્તારના રોડ રસ્તા સારા બનાવીશું.
કોંગ્રેસ ભાજપમાં મર્જ થવા જઈ રહી છે
તેમણે વધુમાં કહ્યુ કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની ઇલું ઈલુંની રાજનીતિ ચાલતી હતી, જે હવે નહિ ચાલે. કેમ કે કોંગ્રેસ ભાજપમાં મર્જ થવા જઈ રહી છે. કોંગ્રેસના મોટા ભાગના નેતા ભાજપમાં ગયા, હજી પણ ભાજપમાં જશે. ગુજરાતમાં આ લોકોએ એક સર્વે કરાવ્યો. જેમાં 99 ટકા લોકોએ કહ્યું, અમને મફતમાં શિક્ષણ આપો. 97 ટકા લોકોએ કહ્યું મફતમાં સારવાર થવી જોઈએ. 91 ટકા લોકોએ કહ્યું મફતમાં વીજળી મળવી જોઈએ. હવેની વિધાનસભા ચૂંટણી આપ અને ભાજપ વચ્ચે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે