હપ્તા પ્રથાએ અસામાજીક તત્વોને બેખોફ કર્યા? અમદાવાદ પોલીસ પર ધોળા દિવસે હુમલો

શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલા થયાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરી છરી બતાવવામાં આવી છે. અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભગાડી દેવામા આવ્યો છે. શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર ખાતે આવેલ સુન્દરમ્ નગર પહોંચી હતી. જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય ૧૦ થી ૧૨ લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. 

હપ્તા પ્રથાએ અસામાજીક તત્વોને બેખોફ કર્યા? અમદાવાદ પોલીસ પર ધોળા દિવસે હુમલો

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલા થયાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરી છરી બતાવવામાં આવી છે. અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભગાડી દેવામા આવ્યો છે. શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર ખાતે આવેલ સુન્દરમ્ નગર પહોંચી હતી. જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય ૧૦ થી ૧૨ લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. 

જ્યારે આરોપી વાજિદ ઉર્ફે છોટુએ પોલીસ પર છરી ઉગામી અને મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગરે લાકડાનું પાટિયું મારીને પોલીસને ઇજા પહોંચાડી છે. અને મુખ્ય આરોપીને ભગાડવામાં મદદગારી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જોકે પોલીસને જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો હતો. અને કોમ્બીગ હાથ ધરીને હાલ માં બે મહિલા સહિત મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગર એમ ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વિસ્તારમાં કોમ્બિગ શરૂ કરીને અન્ય ફરાર આરોપીઓને શોધવા માટેના પ્રયત્નો શરુ કર્યા છે. જ્યારે આમિરખાન ઉર્ફે બાબા પઠાણના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની સામે અત્યાર સુધીમાં પૂર્વ વિસ્તારમાં લગભગ ૨૫ થી ૩૦ જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જો કેતેને પોલીસનો ડર જ ન હોય તે પ્રકારે ન માત્ર બેખોફ ફરે છે પરંતુ પોલીસ પર હૂમલો પણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news