અપહરણનો પ્રયાસ: YMCA કલબ પાસે યુવતીની છેડતી, જાનથી મારી નાખવાની આપી ધમકી

અમદાવાદનાં એસજી હાઈવે પાસે યુવતી સાથે કેટલાક શખ્સો દ્વારા છેડતી અને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. YMCA કલબ પાસે બનેલા આ બનાવમાં MLA લખેલી કાર સાથે ત્રણેક કારમાં આવેલા 10થી વધુ શખ્સોએ આ યુવતીનો અપહરણ કરવાનો પ્રયાસ પણ કયો હતો.

Updated By: Jun 8, 2019, 03:07 PM IST
અપહરણનો પ્રયાસ: YMCA કલબ પાસે યુવતીની છેડતી, જાનથી મારી નાખવાની આપી ધમકી

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદનાં એસજી હાઈવે પાસે યુવતી સાથે કેટલાક શખ્સો દ્વારા છેડતી અને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. YMCA કલબ પાસે બનેલા આ બનાવમાં MLA લખેલી કાર સાથે ત્રણેક કારમાં આવેલા 10થી વધુ શખ્સોએ આ યુવતીનો અપહરણ કરવાનો પ્રયાસ પણ કયો હતો. જોકે આ બનાવથી ડર્યા વગર યુવતીએ ઘટના અંગે પરિવારને જાણ કરતા આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

વધુમાં વાંચો: અમદાવાદ: શહેર કોટડા પોલીસે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો નકલી DYSP ઝડપ્યો

મેઘાણીનગર બાદ અમદાવાદનાં પોષ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. YMCA કલબ પાસે કેટલાક નબીરાઓએ યુવતીની છેડતી કરી યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. અને આ યુવતી અમદાવાદનાં જાણીતા એક જીમ સંચાલકની પુત્રી હોવાનું સામે આવ્યું છે. અપહરણ કરવાનાં ઈરાદે આવેલા કેટલાક અસામાજિક તત્વોએ યુવતી સાથે મારામારી કરી અને યુવતીને બળજબરીથી ખેંચવાનો પ્રયાસ કરી છેડતી કરી હતી. જોકે આ બનાવ ત્યારે બન્યો જયારે જીમ સંચાલકની પુત્રી ક્લબમાં ફેશન શો માટે આવી હતી.

વધુમાં વાંચો: આ ગુજ્જુ ક્રિકેટ પ્રેમીએ પેન્સિલની અણી પર બનાવ્યો ‘વિશ્વનો સૌથી નાનો વર્લ્ડ કપ’

તે દરમ્યાન રોમિયોગીરી કરતા કેટલાક શખ્સોએ યુવતી સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યા અને યુવતી સાથે બીભત્સ માંગણી કરી હતી. જોકે આ બનાવ અંગે પોલીસને જાણ થતા યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બનતા જ હાલ મહિલા સુરક્ષા અંગે પણ કેટલાક સવાલો ઉભા થયા છે. ત્યારે યુવતીને ધમકી આપનારા શખ્સો વિરૂદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

વધુમાં વાંચો: સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

ઉલ્લેખનીય છે કે અપહરણનાં ઈરાદે આવેલા શખ્સો MLA લખેલી કારમાં આવ્યા હતા. જે કાર ચાલકની પોલીસે હાલ શોધખોળ પણ શરુ કરી છે. ત્યારે બીજી તરફ આ યુવકો છેલ્લા ઘણા સમયથી યુવતીને અવાર નવાર બ્લેક મેઈલ કરતા હોવાનો પણ ફરિયાદમાં આરોપ મુક્યો છે. જેને પગલે પોલીસે ઘટના અંગેનાં CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...