આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, 300 વર્ષ જુની પરંપરા તૂટશે

યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી ભરાનાર મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખ્તે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.
આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, 300 વર્ષ જુની પરંપરા તૂટશે

પરક અગ્રવાલ, અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી ભરાનાર મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખ્તે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.

આજે અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી સાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરતુ ભાદરવી પુનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રખાયા હતા અને આ તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકોને ઘરબેઠા નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરાશે. અગાઉ ચૈત્રી પૂનમમાં આરતીનું જીવંત પ્રસારણ કરાયું હતું તેજ રીતે સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા માતાજીના દર્શન આરતીનો લ્હાવો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે આવખતે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 300 વર્ષની પદયાત્રાની પરંપરા તુટશે પણ હાલ કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવીઓએ પણ આવકાર્યો હતો અને આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news