ભરૂચ: ગણેશજીની પ્રતિમા લઇને આવી રહેલા 7ને કરંટ લાગ્યો, 2 વ્યક્તિના મોત

શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. 

ભરૂચ: ગણેશજીની પ્રતિમા લઇને આવી રહેલા 7ને કરંટ લાગ્યો, 2 વ્યક્તિના મોત

ભરત ચુડાસમા/ભરૂચ: શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. 

ગણેશ મહોત્સવ લઇને ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ ભગવાન ગણપતિની વિવિધ આકારની મૂર્તિઓ લાવીને લોકો ગણેશજીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉજવણી માટે ગણપતિની પ્રતિમા લઇને આવતા ભક્તોને કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં 26 ફૂટ ઉંચી પ્રતિમા લઇને આવતા વીજ થાભલા સાથે અડી જતા સાત લોકોને એક સાથે કરંટ લાગ્યો હતો.

bharuch.jpg

કરંટ લાગતા મોતને ભેટેલા અમીત સોલંકી અને કૃણાલ ભાલીયા

‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

ગણેશ મહોત્સવને લઇને ઉત્સાહમાં આવેલા ગણેશ ભક્તોમાં માતમ છવાય તેવી ઘટના સામે આવી છે. ભરૂચમાં ગણેશજીની પ્રતિમા લઇને આવી રહેલા ભક્તોને વીજ થાભલાનો કરંટ લાગતા બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news