પાકિસ્તાનને પચતો નથી કાશ્મીરનો આઘાત, હવાઈ અને વેપાર માર્ગ બંધ કરવાની આપી ધમકી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાને લગભગ 140 દિવસ સુધી પોતાનો એરપ્સેસ બંધ કર્યો હતો. જેના કારણે એર ઈન્ડિયાના વિમાનોને લાંબો રસ્તો કાપવો પડતો હતો. 
 

પાકિસ્તાનને પચતો નથી કાશ્મીરનો આઘાત, હવાઈ અને વેપાર માર્ગ બંધ કરવાની આપી ધમકી

ઈસ્લામાબાદઃ ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરાયા પછી પાકિસ્તાન હવાતિયાં મારી રહ્યું છે. તેને આ આઘાત હજુ પચતો નથી. જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયથી ધૂઆંપુઆં થયેલું પાકિસ્તાન હવે ફરીથી એરસ્પેસ અને વ્યાપાર માર્ગ બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાનના મંત્રી ચૌધરી ફવાદ હુસેને ટ્વીટ કરીને કહ્યું છે કે, ઈમરાન ખાન સરકાર ભારત માટે એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરવા વિચારી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાને લગભગ 140 દિવસ સુધી પોતાનો એરપ્સેસ બંધ કર્યો હતો. જેના કારણે એર ઈન્ડિયાના વિમાનોને લાંબો રસ્તો કાપવો પડતો હતો. તાજેતરમાં જ એરસ્પેસ ખોલ્યા પછી ભારતના વડાપ્રધાને ફ્રાન્સની મુલાકાત માટે પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. 

હવે, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તમામ જગ્યાએ નિષ્ફળતા હાથ લાગ્યા પછી પાકિસ્તાન ફરીથી પોતાનો હવાઈ માર્ગ ભારત માટે સંપૂર્ણ બંધ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઈમરાન ખાનની કેબિનેટ બેઠકમાં 'એર સ્પેસને સંપૂર્ણ બંધ' કરવાના સંભવિત પગલાનું સુચન કરાયું છે. 

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસેને એક ટ્વીટ કરીને કહ્યું છે કે, "પીએમ ભારતના એરસ્પેસને સંપૂર્ણપણે બંધ કરવાનો વિચાર કરી રહ્યા છે. સાથે જ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વેપાર માટે પાકિસ્તાનના માર્ગોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાનું સુચન પણ કેબિનેટમાં કરાયું છે. આ નિર્ણયોની કાયદાકીય ઔપચારિક્તા પર વિચારણા ચાલી રહી છે. મોદીએ શરૂઆત કરી છે, અમે સમાપ્ત કરીશું."

— Ch Fawad Hussain (@fawadchaudhry) August 27, 2019

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ થયા પછી પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. તેના મંત્રીઓ ભારત વિશે સતત કંઈક ને કંઈક નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાનના એક મત્રીએ તો પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી ચૂક્યા છે. ઈમરાન ખાને પણ પ્રજાજોગ સંબોધનમાં પરમાણુ હથિયારનો ઉલ્લેખ કર્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news