હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન વિરુદ્ધ UNSCમાં કરી ફરિયાદ, શું કહ્યું જાણો....
અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને એક પત્ર લખીને જણાવ્યું છે કે, પાકિસ્તાન પોતાના પડોશી દેશની સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને 19 અને 20 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના ઉત્તરપૂર્વ કુનાર રાજ્યના શેલ્ટન જિલ્લામાં 200થી વધુ રોકેટ છોડ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પત્ર લખીને પાકિસ્તાનની ફરિયાદ કરી છે. આ પત્રમાં લક્ષ્યું છે કે, પાકિસ્તાન તેના પડોશી દેશની સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને 19 અને 20 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના ઉત્તરપૂર્વ કુનાર રાજ્યના શેલ્ટન જિલ્લામાં 200થી વધુ રોકેટ છોડ્યા હતા. આ ગોળીબારીના કારણે એ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
અફઘાની રાજનયિક એડેલા રેઝે 22 ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં પોલેન્ડના દૂત જોઆના રોનેકાને પત્ર લખીને પાકિસ્તાનના કરતૂત વિશે માહિતી આપી છે. પત્રમાં જણાવાયું કે, અફઘાનિસ્તાન સરકાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરે છે કે, તે પાકિસ્તાનના આ પગલાં બાબતે જરૂરી પગલાં ભરે અને યોગ્ય કાર્યવાહી કરે.
અફઘાનિસ્તાને જણાવ્યું કે, આ અંગે પાકિસ્તાનને અનેક વખત સુચના આપવામાં આવી છે, તેમ છતાં તે સતત આવા કૃત્યો કરી રહ્યું છે અને વારંવાર સરહદનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અફઘાનિસ્તાને આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પત્ર લખીને દાવો કર્યો હતો કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને ટેકો આપી રહ્યું છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે