મહાભારતના સંજય જેવી દ્રષ્ટિ ધરાવતા ભાવનગરના જીત ત્રિવેદીનું મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
Jeet Trivedi : જીત ત્રિવેદી બંધ આંખોથી જુએ છે આખી દુનિયા... ભાવનગરના વિશિષ્ટ પ્રતિભાવંત જીત ત્રિવેદીનુ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરાયું
Trending Photos
Jeet Trivedi નવનીત દલવાડી/ભાવનગર : ભારત ઋષિ મુનિઓનો દેશ છે, કહેવાય છે કે ઋષિ મુનિઓ પોતાની તપસ્યાના બળથી માત્ર ક્ષણોમાં ગમે ત્યાં જઈ શકતા હતા, આધ્યાત્મિક શક્તિના જોરે કોઈ પણનું મન વાંચી શક્તા હતા, પરકાયા પ્રવેશ કરી શકતા હતા, સાધનાના બળથી તેઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરતા હતા. આવો જ એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતો વ્યક્તિ છે જીત ત્રિવેદી, જેણે અત્યાર ના આધુનિક સમયમાં ઋષિ મુનિઓ સમાન શક્તિઓ મેળવી છે. ભાવનગરનો જીત ત્રિવેદી કોઈ પણ વ્યક્તિનું મન વાંચી શકે છે, તે આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુને ઓળખી શકે છે, સાયકલ, સ્કૂટર કે કાર ચલાવી શકે છે, અને રમતો પણ રમી શકે છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદીએ આ સિવાય વિવિધ ક્ષેત્રમાં ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી વિશ્વ ફલક પર પોતાનું નામ ગુંજતું કરી દીધું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનુ સન્માન કરવામા આવ્યું છે.
જીતે આંખ બંધ રાખીને માત્ર 62 સેકન્ડમાં જ ચેસ બોર્ડ પર તમામ 32 મહોરા તેના સાચા સ્થાને ગોઠવી ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, આવા અદભુત કહી શકાય એવો રેકોર્ડ નોંધાવનારા જીત ત્રિવેદીને તેની સિદ્ધિઓ બદલ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ તેને વિશિષ્ટ પ્રતિભા ને લઈને શુભકામનાઓ પાઠવી હતી. જીત ત્રિવેદીએ મુખ્યમંત્રી સામે જ બંધ આંખે રુબિક ક્યુબ સોલ્વ કરી તેમનો ફોટા ની ઇમેજ ડેવલોપ કરીને તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આઝાદ ભારતના અમૃતકાળમાં ભાવનગર કોર્પોરેશનની ૫૫ અને જીલ્લાની ૨૦ એમ કુલ ૭૫ શાળામાં ગણિત વિષયનો ડર કેમ દૂર કરવો તથા મેમરી પાવર કેમ વધારવો તેનું ૧૪,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવાનું સરાહનીય કાર્ય બદલ જીત ત્રિવેદીને મુખ્યમંત્રીએ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
23 વર્ષીય જીત ત્રિવેદીએ સુરતમાં આવેલ માસમાં ખાતે વાઈબ્રેન્ટ ઇન્સ્ટનેશનલ શાળામાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન 9 વર્ષે પહેલા શાળામાં 2 દિવસ માટે બ્લાઇન્ડ ફોલ્ડ વર્કશોપ એટલે કે આંખે પાટા બાંધીને અનેક કાર્યોને સિદ્ધ કરી શકાય એવી તાલીમ અપાઈ હતી. બે દિવસના વર્કશોપમાં આંખ બંધ કરીને વસ્તુ ઓળખવાની સાથે વાંચન કરવાનું તાલીમ આપવામાં આવી હતી. ત્યારે જીત ત્રિવેદીએ લાલ અને બ્લેક કલર ઓળખવાનું શીખવા મળ્યું હતું. પણ શાળાના અન્ય બાળકો વધુ કલર અને નંબર ઓળખી શકતા હતા. ત્યારે જીતને લાગ્યું કે મારા સાથી વિદ્યાર્થીઓ મારા કરતાં વધુ કલર અને નંબરો ઓળખી શકે છે તો હું પણ કરી શકું. ત્યારથી જીત રોજે જાતે ઘરે 30 મિનિટ મહેમન કરતો હતો અને ધીરે ધીરે વધુ કલર ઓળખવાની સાથે આંકડાઓ ઓળખવા શીખવા લાગ્યો હતો. આજે જીત ત્રિવેદી આંખ બંધ કરીને કલર, નંબર ઓળખી શકે છે. એટલુંજ નહીં પણ આંખ બંધ કરીને પુસ્તકો પણ વાંચી શકે છે. સાથે જ સાયકલ, બાઈક, ચલાવે લે છે, એ પણ આંખ બંધ કરીને. તેમજ સ્કેટિંગ, ફૂટબોલ બોલ રમવાની સાથે ચેસ પણ રમી રહ્યો છે. તમને જાણીને આચર્ય થશે જીત ત્રિવેદી આંખ બંધ કરીને રાઇફલ શુર્ટ પણ કરી શકે છે.
જીત ત્રિવેદી મૂળ ભાવનગરનો વતની છે. ઓટો મોબાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પિતા વિપુલભાઈ ત્રિવેદી કન્ટ્રક્શનના વ્યાપાર સાથે સંકળાયેલા છે. માઈન્ડ પાવર તેમનો ગમતો સબ્જેક્ટ છે. જીત ત્રિવેદીએ બ્લાઇડ ફોલ્ડ એટલે કે આંખે પાટા બાંધીને બાઈક ચલાવવાની સાથે, ચેસ, સ્કેટિંગ સહિત અલગ અલગ 7 જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને ગોલ્ડન બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની નોંધની થઈ છે. હાલ જીત ત્રિવેદી સુરતમાં પાલનપુર ખાતે પોતાના ભાઈ ભાભી સાથે રહે છે અને સાથે જ અન્ય બાળકોને પણ માઈન્ડ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેથી જીત ત્રિવેદીની જેમ બાળકો આંખ બંધ કરીને પુસ્તકો વાંચવાની સાથે યાદ પણ રાખી શકે છે અને તેમજ જીત ત્રિવેદીની જેમ બાળકો કલર નંબર ઓળખવાની સાથે સાઇકલ બાઇક અને ફૂટબોલ જેવી રમતો રમી શકે તેવી તાલીમ મેળવી રહ્યા છે.
જીત ત્રિવેદીના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે તે પૈકી પ્રથમ રેકોર્ડ વિશ્વના સૌથી ઊંચા 18360 ફૂટનો રોડ ખારડુંગલા પર આખે પાટા બાંધી સ્કૂટર ચલાવી નોંધાવ્યો હતો. મુંબઈ ખાતે 4 કિલોમીટરમાં કેટીંગ વિથ બ્લાઇન્ડ ફોલ્ટ વિથ બાસ્કેટબોલ ડ્રીપલિંગનો રેકોર્ડ સહિત 7 જેટલા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. પાટા બાંધીને વિવિધ કાર્યો પૂર્ણ કરવાના સૌથી વધુ રેકોર્ડ કરવાનો રેકોર્ડ ભાવનગરના જીત ત્રિવેદી નોંધાવી નામ રોશન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે