અંબાજીમાં નવરાત્રીને લઈ મોટો નિર્ણય; પુરુષો-મહિલાઓ માટે જાહેર કરાયા નિયમો, જોડે ગરબે નહિં રમાય

મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે.

અંબાજીમાં નવરાત્રીને લઈ મોટો નિર્ણય; પુરુષો-મહિલાઓ માટે જાહેર કરાયા નિયમો, જોડે ગરબે નહિં રમાય

Navratri 2023: રાજ્યભરમાં આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબાનુ આયોજન થતુ હોય છે. અહીં મહિલાઓ અને પુરુષો ગરબા અલગ અલગ ગાવાના રહેશે. એટલે કે ચાચર ચોકમાં હવે ગરબા ગાવા માટે પુરુષોને એન્ટ્રી નહીં મળે. વહિવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિરમાં પુરુષો અને મહિલાઓ સાથે ગરબા નહીં રમી શકે. મહિલા અને પુરુષ ખેલૈયાઓ માટે ગરબા રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચરચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા રમી શકશે, જ્યારે પુરુષો પીત્તળના ગેટની બહાર ગરબા રમવાના રહેશે. મહિલાની ગરીમા જાળવવા માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરબા રમવા કે જોવા આઈકાર્ડ બતાવવાનું રહેશે
મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે. આ નિર્ણય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ સમીક્ષા કરીને લીધો છે.

નોંધનીય છે કે, રાજ્યભરમાં વિવિધ સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે ગરબામાં વિધર્મીઓ આવતા હોવાની આશંકા વચ્ચે ઘણા સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તપાસ કરશે તેવો પણ નિર્ણય કર્યો છે અને ખેલૈયાઓને તિલક લગાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news