બે સપ્તાહમાં ગુજરાત સરકાર બિલ્કીસ બાનોને 50 લાખ, સરકારી નોકરી અને ઘર આપે : સુપ્રિમ કોર્ટ

ગુજરાતના બહુચર્ચિત બિલ્કીસ બાનો (Bilkis Bano) કેસમાં સુપ્રિમ કોર્ટને ગુજરાત (Gujarat) સરકારને આદેશ આપ્યો છે કે, દુષ્કર્મ પીડિતાને બે સપ્તાહની અંદર વળતર આપો. ગુજરાત સરકાર 50 લાખ રૂપિયા વળતર આપે તેવો સુપ્રિમ કોર્ટે (Supreme Court) આદેશ કર્યો છે. તેમજ વળતર સાથે ઘર અને નોકરી પણ આપવા આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.
બે સપ્તાહમાં ગુજરાત સરકાર બિલ્કીસ બાનોને 50 લાખ, સરકારી નોકરી અને ઘર આપે : સુપ્રિમ કોર્ટ

અમદાવાદ :ગુજરાતના બહુચર્ચિત બિલ્કીસ બાનો (Bilkis Bano) કેસમાં સુપ્રિમ કોર્ટને ગુજરાત (Gujarat) સરકારને આદેશ આપ્યો છે કે, દુષ્કર્મ પીડિતાને બે સપ્તાહની અંદર વળતર આપો. ગુજરાત સરકાર 50 લાખ રૂપિયા વળતર આપે તેવો સુપ્રિમ કોર્ટે (Supreme Court) આદેશ કર્યો છે. તેમજ વળતર સાથે ઘર અને નોકરી પણ આપવા આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.

બિલ્કીસ બાનો ગેંગરેપ કેસ ગુજરાત રમખાણના સમયનો બહુચર્ચિત કેસ છે. ગુજરાતના અમદાવાદથી અંદાજે 250 કિલોમીટર દૂર રણધીકપૂર ગામમાં ભીડે 3 માર્ચ, 2002ના રોજ બિલ્કીસ બાનાનો પરિવાર પર હુમલો કર્યો હતો. બિલ્કીસ તેમ સમયે 21 વર્ષની હતી, અને ગર્ભવતી હતી. હુમલાખોરોએ બિલ્કીસ પર ગેંગરેપ કર્યો હતો અને તેને મરવા માટે છોડી દીધી હતી. ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં હુમલાખોરોએ બિલ્કીસની 3 વર્ષની દીકરીને પણ મોતને ઘાટ ઉતારી હતી. આ હુમલામાં બિલ્કીસના પરિવારના 7 લોકો સહિત 14 લોકોની હત્યા થઈ હતી. આ ભયાવહ ઘટનાના આગામી દિવસે 4 માર્ચ, 2002ના રોજ બિલ્કીસ બાનોએ પંચમહાલના લીમખેડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી. આ મામલામાં સીબીઆઈએ 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી. સાક્ષીઓને નુકશાન અને સબૂત સાથે છેડથાડની શક્યતાઓ જોતા સુપ્રિમ કોર્ટે ઓગસ્ટ, 2014ના રોજ આ કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. મુંબઈની સ્પેશિયલ કોર્ટે જાન્યુઆરી, 2008માં આ મામલામાં 11 લોકોને દોષી જાહેર કર્યા હતા.  

હકીકતમાં, બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યોગ્ય વળતરની માંગણી કરી હતી. આ માંગ પર ગુજરાત સરકારે બિલ્કીસ બાનોને 5 લાખ વળતર આપવાની વાત કરી હતી, જેને બિલ્કીસ બાનોએ નકારી કાઢી હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી વળતરની રકમ વધારવાની અરજી પર જવાબ માંગ્યો હતો. બિલ્કીસની અરજી પર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને એ અરજી પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું કે, આ કેસમાં દોષિત પોલીસવાળા તેમજ તબીબની વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે. આ પહેલા થયેલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરવાથી ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું હતું કે, તમે ગુજરાત સરકારને અરજીની કોપી આપો. આ મામલાની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વળતરની રકમ વધારવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપીઓને પક્ષ કેમ બનાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, વળતર સરકારે આપવાનું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news