2019ની તૈયારીઓ માટે બેઠકોનો ધમધમાટ, સૌરાષ્ટ્ર સર કરવાની વ્યૂહરચના ઘડાઇ

પાંચ રાજ્યો ના ચૂંટણી પ્રચાર નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ ના મોટા ભાગ ના નેતાઓ તથા પદાધિકારીઓ  રાજસ્થાન મધ્ય પ્રદેશથી ગુજરાત પરત ફર્યા છે. તેમજ ગુજરાત માં.રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી લોકસભા ચૂંટણી માટે ની રણનીતિ તથા વ્યૂહ રચના માટે બેઠકો ની શરૂઆત થઈ ગઈ છે. 

2019ની તૈયારીઓ માટે બેઠકોનો ધમધમાટ, સૌરાષ્ટ્ર સર કરવાની વ્યૂહરચના ઘડાઇ

કિંજલ મિશ્રા/ગાંધીનગર: પાંચ રાજ્યો ના ચૂંટણી પ્રચાર નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ ના મોટા ભાગ ના નેતાઓ તથા પદાધિકારીઓ  રાજસ્થાન મધ્ય પ્રદેશથી ગુજરાત પરત ફર્યા છે. તેમજ ગુજરાત માં.રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી લોકસભા ચૂંટણી માટે ની રણનીતિ તથા વ્યૂહ રચના માટે બેઠકો ની શરૂઆત થઈ ગઈ છે. 

ગુરુવારે સાંજે 7 વાગે સી એમ નિવસ્થાને લોકસભા ચૂંટણી સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી  અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની  ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૫ લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક માં પ્રદેશ  સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા સહિત દક્ષિણ ઝોન ના પ્રભારી, mp તથા mla ઉપસ્થિત હતા.બેઠક માં ૫ લોકસભા  સીટ વલસાડ, નવસારી, સુરત, બારડોલી અને ભરૂચની સમીક્ષા કરવામાં આવી  હતી. 

આ પહેલા સૌરાષ્ટ્ર ની બેઠકો ની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મહત્વ ની છે કે હાલ માં ગુજરાત માં 26 એ 26 સંસદ સીટો ભાજપ ના હસ્તગત છે. જો કે 2014 કરતા હાલ માં પોલિટિકલ સમીકરણો બદલાયા છે સાથે જ એક ક બીજા મુદ્દે સતત રાજ્ય સરકાર ભીંસ માં મુકાઈ રહી છે ત્યારે લોકસભા માં કોઈ ચૂક ના થાય એ માટે ગુજરાત ની દેખરેખ સીધી ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંભાળી છે. જેની સીધી અસર સનગઠ ના કામ કાજ માં દેખાઈ રહી છે.આજે અમિત શાહ ની ગુજરાત મુલાકાત બાદ ફરી એક વાર બેઠક નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news