ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, કોરોનાના તમામ નિયમોના ધજાગરા

  કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.

Updated By: Oct 8, 2020, 11:47 PM IST
ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, કોરોનાના તમામ નિયમોના ધજાગરા

અમદાવાદ :  કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.

દેવકાબીચ ચકચારી લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા, અમદાવાદથી આવી ચલાવતા હતા લૂંટ

ભાજપના વોર્ડ પ્રમુખ આતીશ પટેલ, કોર્પોરેટર અને કાર્યકરોએ કોરોના મહામારીમાં ગાઇડલાઇનની એસી તેસી કરી જાહેર રોડ પર જ ટોળા ભેગા કરી ઉજવણી કરી ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. મુખ્યમંત્રી પણ નેતાઓને અપીલ કરી ચુક્યા છે ત્યાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખ આતીશ પટેલના જન્મદિવસની જાહેરમાં 20-25 લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવતી હોવાનું વીડિયોમાં બહાર આવ્યો છે. વીડિયોમાં મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. 

સુરતના વેપારીઓએ વિકસાવી એવી પ્રોડક્ટ કે સૈન્ય જવાનો 10 હજાર ફૂટથી નિર્ભિક થઇને કુદી શકશે

જો સામાન્ય માણસ રાત્રે 10 વાગ્યા બાદ ટોળામાં ઉભા હોય તેમજ માસ્ક વગર નજરે પડે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી દંડ ઉપરાંત તેમની સામે ગુનો દાખલ કરતા હોય છે. ત્યારે જાહેરમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા ભાજપવોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને કાર્યકરો સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. જો કે બીજી તરફ ભાજપ પ્રમુખ પોતે જ રેલીઓ કરીને કોરોનાની તમામ ગાઇડ લાઇનનાં ધજાગરા ઉડાવી ચુક્યા છે. ત્યારે કોર્પોરેટર તે કાર્યવાહી કરે તે નવાઇ નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube