Gujarat Election 2022: પ્રદીપસિંહ વાઘેલાના ટ્વીટથી ખળભળાટ! કોંગ્રેસ રામ વિરોધી હોવાનું જણાવી વિક્રમ માડમની સભાનો વીડિયો પોસ્ટ કર્યો

Gujarat Election 2022: ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હવે ગુજરાત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેમણે આજે એક ટ્વીટ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. પ્રદીપસિંહ વાઘેલાએ કરેલી ટ્વીટમાં કોંગ્રેસને રામવિરોધી હોવાનું જણાવ્યું છે.

Gujarat Election 2022: પ્રદીપસિંહ વાઘેલાના ટ્વીટથી ખળભળાટ! કોંગ્રેસ રામ વિરોધી હોવાનું જણાવી વિક્રમ માડમની સભાનો વીડિયો પોસ્ટ કર્યો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાના મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ એકબીજા રાજકીય પક્ષો દ્વારા ખેંચતાણ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી રામ વિરોધી હોવાના આરોપ સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. વિક્રમ માડમની સભાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે.

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હવે ગુજરાત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેમણે આજે એક ટ્વીટ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. પ્રદીપસિંહ વાઘેલાએ કરેલી ટ્વીટમાં કોંગ્રેસને રામવિરોધી હોવાનું જણાવ્યું છે અને શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે. વિક્રમ માડમની સભાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેનાથી પ્રદીપસિંહ વાઘેલાના ટ્વીટ બાદ આ વિવાદ વકરી શકે છે.

મહત્વું છે કે કોંગ્રેસે દ્વારકાની ખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને ટિકીટ આપી છે. આ બેઠક ફરીથી જીતવા માટે વિક્રમ માડમ હાલમાં પ્રચાર કરી રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાએ જે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે તેમાં વિક્રમ માડમ બેઠેલા જોવા મળે છે.

श्रीराम भक्त इसका करारा जवाब देंगे!! pic.twitter.com/t7XPW2Kg8P

— Pradipsinh Vaghela (@pradipsinhbjp) November 25, 2022

તમને જણાવી દઈએ કે, દ્વારકા જિલ્લાની બે બેઠક પૈકી દ્વારકા બેઠકમાં ભાજપ તરફથી ઉમેદવાર સતત સાત ટર્મથી જીતતા પબુભા માણેક છે. કોંગ્રેસનો ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, જ્યારે આમ આદમી પાર્ટીએ નકુમ લખમણભાઈને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાં કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news