સુરતમાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ; રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્યો, પરિવાર શોકમાં ગરકાવ
સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ અંબાજી ડાઇનિંગ પાસે જીઈબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના બનવા પામી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ 45 વર્ષીય ઇન્દ્રજીત સિંગ નામનો યુવક બ્લાસ્ટમાં ગંભીર રીતે દાજી ગયો હતો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા જીઆઇડીસીમાં ટ્રાન્સફોર્મરની ડીપીમાં બ્લાસ્ટની ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જ્યાં યુવકને હાલ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ અંબાજી ડાઇનિંગ પાસે જીઈબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના બનવા પામી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ 45 વર્ષીય ઇન્દ્રજીત સિંગ નામનો યુવક બ્લાસ્ટમાં ગંભીર રીતે દાજી ગયો હતો. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં ટ્રાન્સફોર્મર માંથી નીકળેલ ઓઇલ તેની ઉપર પડતા તેના શરીર પર આગ લાગી ગઈ હતી. અને આગ સાથે દોડતા દોડતા તે અંબાજી મિલમાં પહોંચી ગયો હતો. જ્યાં મિલના કર્મચારી દ્વારા યુવક પર ફોર્મ છાંટી આગ ઓલવી હતી.
ટ્રાન્સફોર્મરના બ્લાસ્ટની આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ઇન્દ્રજીતસિંહને મિલના મેનેજર દ્વારા તાત્કાલિક પોતાની ગાડીમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે. યુવકને ગંભીર રીતે દાજી હોવાથી તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા મિલમાંથી આગ ઓલવવાના બોટલના ફોર્મ ફોર્મ સાટી આગ કાબુમાં મેળવી લીધી હતી.
ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા આ વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક મિલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા બાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ધડાકાને લઈ લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આસપાસથી કારીગરો કર્મચારીઓ અને મિલ માલિકો દોડીને બહાર આવી ગયા હતા.
આ ઘટનામાં ભોગ બનનાર ઇન્દ્રજીત સિંગના ભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ અંબાજી મિલમાં કારીગર તરીકે કામ કરે છે. બપોરના સમયે જમવા માટે ઘરે આવ્યા હતા. જમીને પરત મીલ પર જઈ રહ્યા હતા ત્યારે મિલની બહાર અચાનક ટ્રાન્સફોર્મરના ડીપીમાં બ્લાસ્ટ થતા તે દાઝી ગયા હતા. જેથી મિલના માસ્ટર દ્વારા તાત્કાલિક તેમની ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૂળ યુપીનો છે અને પરિવારમાં પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્ર છે. અચાનક બ્લાસ્ટમાં દાઝી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે