કાશ્મીરમાં હિમવર્ષાથી રાજ્યમાં શરૂ થયો ઠંડીનો ચમકારો, આ શહેર બન્યું ઠંડુગાર

કાશ્મીરમાં પડી રહેલ બરફ વર્ષાથી ગુજરાતમાં શરૂ થયો ઠંડીનો ચમકારો

Updated By: Nov 10, 2018, 11:12 AM IST
કાશ્મીરમાં હિમવર્ષાથી રાજ્યમાં શરૂ થયો ઠંડીનો ચમકારો, આ શહેર બન્યું ઠંડુગાર

અમદાવાદ: દિવળી હજી તો પૂરી જ થઇ છે ત્યાં તો રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. અમદાવાદ સહિત રાજ્યમાં તમામ જગ્યાઓ પર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શુક્રવારે પાટનગર ગાંધીનગર 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સાબિત થયું હતું. જ્યારે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 15.4 ડિગ્રી અને વડોદરામાં 15.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. 

વધુ વાંચો...અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના, 1 ઘાયલ

શનિવારે વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તર પશ્રિમી હવાને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ હોવાનું હવામાન વિભાગનું અનુંમાન છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં પડી રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ઠંડીથી બચવા તાપણીના સહારો પણ લઇ રહ્યા છે. તો ઠંડીનો ચમકારો વધવાને કારણે ખેડૂતોએ પણ શિયાળું પાકનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે.