બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદ

Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો

બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદ

rajkot gamezone fire case : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોતનો ફાઈનલ આંકડો સામે આવી ગયો છે. હવે આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારે દાવો કર્યો છે. સાથે જ કોઇ ગુમ થવાની ફરિયાદ પેન્ડિંગ ન હોવાનો દાવો કર્યો છે. તમામ 27 મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારને સોંપાયા છે. સાથે જ 3 વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ ખોટી હોવાના કારણે હિતેશ પંડ્યા સામે FIR દાખલ કરાઈ છે. અલગ અલગ મળેલ અવશેષોના DNA પણ મેચ થયા છે. હાથ-પગના અવશેષોના પણ DNA મેચ થયા છે. 

ત્રણ લોકોના ગુમ થયાની માહિતી ખોટી હતી 
હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. 

બીજા મિસિંગ લખાવતા હતા તો મેં પણ મિસિંગ લખાવ્યું 
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલે હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ મિસિંગ નામ લખાવ્યા હતા, જેમાં તેની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. હિતેશ ઉર્ફે વિજય પંડ્યા દ્વારા પોલીસને ગુમરાહ કરવામાં આવ્યો હતો. જ્યારે કે તેના પરિવારજનો તેમના ઘરે જ હતા. ગેમ ઝોન ખાતે પોતાનો ભાણેજ પ્રિયાંશ જાની તેમજ જુના પાડોશી મનોજ સાવલિયાના બે સંતાનો ગેમ ઝોન ગયા હોવાનું તેણે જણાવ્યું હતુ. ગેમ ઝોનમાં ગયા બાદ પરત ન ફર્યા હોય તે પ્રકારની ખોટી માહિતી આપી હતી. 

આ મામલે આરોપીએ પોલીસને કહ્યું, બીજા મિસિંગ લખાવતા હતા તો મેં પણ મિસિંગ લખાવ્યું. પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર આ કેસમાં ફરિયાદી બન્યા છે. હિતેશ પંડ્યા સામે આઇપીસી 211 મુજબ પોલીસ દ્વારા એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીને જમીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યા રસોઈ કામ કરી ગુજરાત ચલાવતો હોવાનું સામે આવ્યું

27 મોતનો આંકડો ફાઈનલ થયો 
તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એફ.એસ.એલ. ટીમ દ્વારા  મૃતદેહોના  ડી એન એ પરિવાર જનો ના ડી એન એ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી. હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે.

મદદ માટે આ હેલ્પલાઈન પર સંપર્ક કરવો 
આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના  પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦, ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news