મહિસાગરની આ હોસ્પિટલે ઈતિહાસ રચ્યો! 20 વર્ષ જૂનો જટિલમાં જટિલ હાથની કોણીનો દુ:ખાવો દૂર કર્યો
ડૉ. સોહમ પટેલ દ્વારા પોતાના જિલ્લાના દર્દીઓને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી રહે તે હેતુ સર હૉસ્પિટલ ખોલી જિલ્લાના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. એક પછી એક માત્ર બે જ વર્ષમાં અતિ જટિલમાં જટિલ એવા પાંચથી વધુ ઓપરેશન કરી દર્દીઓ માટે ભગવાન રૂપ બન્યા છે.
Trending Photos
ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: મહીસાગર જિલ્લાની સાંઈ ઓર્થોપેડીક હૉસ્પિટલમાં જટિલમાં જટિલ હાથની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યુ છે. ડૉ સોહમ પટેલ દ્વારા મહીસાગર, પંચમહાલ અરવલ્લી દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ હાથની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યું.
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી સાંઈ ઓર્થોપેડીક હૉસ્પિટલ બને માત્ર બે વર્ષ જેટલો સમય થયો છે. ત્યારે ડૉ. સોહમ પટેલ દ્વારા પોતાના જિલ્લાના દર્દીઓને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી રહે તે હેતુ સર હૉસ્પિટલ ખોલી જિલ્લાના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. એક પછી એક માત્ર બે જ વર્ષમાં અતિ જટિલમાં જટિલ એવા પાંચથી વધુ ઓપરેશન કરી દર્દીઓ માટે ભગવાન રૂપ બન્યા છે.
ત્યારે જે ઓપરેશન કયાંય નહીં થાય એવા જટિલ ઑપરેશન લુણાવાડાની સાંઈ હૉસ્પિટલમાં થતાં આજુબાજુના જિલ્લામાં વરદાન રુપ સાબિત થઈ રહ્યુ છે, ત્યારે એવું જ એક દર્દી કુંભારવાડીના કાંતિભાઈ પંચાલને છેલ્લા 20 વર્ષથી ડાબા હાથની કોણી અને ભુજાની તકલીફ હતી. તેમને ખુબ દુ:ખાવો રહેતો હતો અને હાડકા છુટા હતા. 20 વર્ષ પૂર્વે તેમને ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ તેમણે છેલ્લા 20 વર્ષમાં મોડાસા, અમદાવાદ અને બરોડાની હોસ્પિટલ્સમાં 5 ઓપરેશન કરાવ્યા હતા પરંતુ ત્યાર બાદ પણ તેમનું હાડકું સંધાયું ન હતું.
હાડકામા 10cmsનો ગેપ પડી ગયો હતો અને કોણીનો સાંધો ઘસાયીને ખરાબ થઈ ગયો હતો. તેમણે ડૉ.સોહમ પટેલને બતાવતા તેમને ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ સાંઈ હોસ્પિટલમાં તેમનું હાથની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક કરવામા આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી સરળતાથી હાથની મુવમેન્ટ કરી શકે છે. કોણીનો સાંધો દુ:ખાવા રહિત બન્યો છે. જેથી 20 વર્ષ બાદ દર્દીએ રાહતનો શ્વાસ લીધેલ છે.
ડો.સોહમ પટેલ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટની તાલીમ જર્મનીથી લીધેલ છે. તેમણે આવા અનેક જટિલ અઘરા ઓપરેશન લુણાવાડા ખાતે કરેલ છે. જેથી હવે મહીસાગરના દર્દીઓને અમદાવાદ બરોડા જવાની જરૂર નહિ પડે. ત્યારે સ્થાનિક કક્ષાએ સારવાર મળતા લોકો ખૂબ ખુશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે