કોંગ્રેસે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોને વલસાડના રિસોર્ટમાં રાખ્યા


આગામી 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. 

કોંગ્રેસે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોને વલસાડના રિસોર્ટમાં રાખ્યા

વલસાડઃ 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ મતદાન પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે કોંગ્રેસે ધારાસભ્યોને ભેગા કરીને અલગ અલગ રિસોર્ટમાં રાખવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના પાંચ દારાસભ્યોને વલસાદના એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. 

રિસોર્ટ રાજકારણ શરૂ
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંગ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. હાલ તો વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ એક જ સીટ જીતી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે અને પાર્ટીએ નુકસાન ન ભોગવવુ પડે તે માટે ઝોન વાઇઝ ધારાસભ્યોને ભેગા કરવામાં આવી રહ્યાં છે. 

વલસાના ખાનગી રિસોર્ટમાં વ્યારાના ધારાસભ્ય પુનમજી ગામીત, વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, નંદોળના ધારાસભ્ય પીડી વસાવા અને દાહોદના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને અહીં રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે. તો આજે સાંજે વધુ ચાર ધારાસભ્યો આ રિસોર્ટમાં પહોંચવાના છે.  જેમાં સુનિલભાઈ ગામીત, ભાવેશભાઈ કટારા, મોહનસિંહ રાઠવા અને શુખારામ રાઠવા આવશે. 

છોટાઉદેપુરઃ ક્વાંટના સિહાદા ગામે ઝેરી તાડી પીધા બાદ એક પરિવારના ચાર સભ્યોના મોત

હાલ આ રિસોર્ટ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પણ પહોંચ્યા છે. તેમણે બધા ધારાસભ્યો સાથે પત્રકાર પરિષદ પણ યોજી હતી. હવે કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાને લઈ વધુ ધારાસભ્યો રાજીનામાં ન આપે તે માટે રિસોર્ટ રાજકારણ શરૂ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news