Corona Vaccine: જામનગરમાં તંત્રએ શરૂ કરી તૈયારી, પ્રથમ તબક્કામાં 12 હેલ્થ કર્મચારીઓને અપાશે રસી
જામનગરમાં હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાચવવા માટેની તમામ સામગ્રીઓ સજ્જ કરી દેવામાં આવી છે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં પણ કોરોના વેકસીનને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગરમાં ત્રણ તબક્કામાં વેકસિન આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 હજાર જેટલા કર્મચારીઓને કોરોના વેકસીનને આપવા માટેની તડામાર તૈયારીઓ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે, આ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સાત જેટલા ફ્રીઝ મૂકવામાં આવ્યા છે જેમાં કોરોના વેકસિન રાખવામાં આવશે.
જામનગરમાં હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાચવવા માટેની તમામ સામગ્રીઓ સજ્જ કરી દેવામાં આવી છે. કોરોના વેકસીનને આઈ એમ આર ફ્રીઝમાં સાચવવાની હોય છે, વેક્સિન સાચવવા માટે ના માઇનસ ડિગ્રીની સુવિધા સાથેના ડીપ ફ્રીઝ પણ હાલ તૈયાર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના તાલુકા મથકોએ ડીપ ફ્રીઝ મૂકી વેકસિનના સંગ્રહ માટે ની તૈયારી શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 36 લાખ મીલીમીટર પ્રતિરોધક રસી સાચવવાની ક્ષમતા છે.
જામનગરમાં પણ કોરોના વેકસીન સૌપ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આપવામાં આવશે અને ત્યારબાદ કોરોનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને આપવામાં આવશે. સમગ્ર જામનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રસી કેન્દ્ર ખોલવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લામાં કોરોના વેક્સિન લોકોને આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે