ગુજરાતની આઠ પાલિકાના વહીવટમાં લોચમલોચા, 18.50 કરોડ કોણ ખાઈ ગયું!

Gujarat Politics : રાજ્યની આઠ પાલિકાઓના કર્મચારીઓએ સક્ષમ અધિકારીઓની સહી કર્યા વિના 18.50 કરોડના વાઉચર્સ પાસ કરી તેમના ખિસ્સા ભરી લીધા

ગુજરાતની આઠ પાલિકાના વહીવટમાં લોચમલોચા, 18.50 કરોડ કોણ ખાઈ ગયું!

corruption in gujarat : ગુજરાતની નગરપાલિકાઓ અને પાલિકાઓના વહીવટમાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યાં છે. રાજ્યભરની નગરપાલિકાઓમાં ખદબદી રહેલો ભ્રષ્ટાચાર હવે કરોડોના વહીવટ પર નજર બગાડી રહ્યો છે. ત્યારે ગુજરાતની આઠ પાલિકાના વહીવટમાં 18.50 કરોડની ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે. નગરપાલિકાઓના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. 

રાજ્યની આઠ પાલિકાઓના કર્મચારીઓએ સક્ષમ અધિકારીઓની સહી કર્યા વિના 18.50 કરોડના વાઉચર્સ પાસ કરી તેમના ખિસ્સા ભરી લીધા છે. ઓટિડ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. જે બતાવે છે કે નગરપાલિકાઓના વહીવટમાં કેવા ગરબડ ગોટાળા થયા છે. સક્ષ ધ્કિરાઈોની સહી કર્યા વગર 18.50 કરોડના વાઉચર્સ બારોબાર પાસ કરી દેવાયા છે. 

ગોટાળા પર નજર કરીએ તો...
ગઢડામાં 5 લાખ અને વલ્લભીપુરમાં 8 લાખની સિલક જમા થઈ નથી
કોડીનારમાં આવકના નાણાં વિલંબથી જમા કરી 5.87 લાખની ઉચાપત કરી
શિહોર પાલિકામાં 15000 ના વેરાની આવક જમા થઈ નથી
ઉનામાં બેંકમાં જમા કરાવેલા 40 હજારના ડ્રાફ્ટ પાલિકાના બેંકના ખાતામાં જમા થયા નથી. 
ઉનામાં સફાઈ વેરાની 35000 ની રકમ રજિસ્ટાર અને કેશબુકમાં જમા કરાવાઈ નથી. 
ઉનામાં બિલની ચૂકવવા પાત્ર 86 હજારની રકમ પાર્ટીને નહિ, પરંતુ થર્ડ પાર્ટીને ચૂકવી દેવાઈ
લાઠીમાં ઉઘરાવેલા વેરાના 5000 રૂપિયા જમા કરાયા નથી
બાંટવામાં વ્યવસાય વેરો અને લાઈબ્રેરીના 24000 જમા થયા નથી
ઉનામાં સિટી બસની ટિકીટના 1.56 લાખ ઉઠાવી લેવાયા
ધાંગ્રધામાં બીયુ પરમિશની 10.41 લાખની ફી જમા કરાવાઈ નથી
ઉનામાં સફાઈ દંડના 4200 રૂપિયાની ઉચાપત
કોડીનારમાં 9.58 લાખના કરવેરાની રકમની ઉચાપત
નડિયાદમાં વિના વાઉચરે 3.57 કરોડનો ખર્ચ કરી અનિયમિતતા આચરી
મહેમદાવાદમાં વાઉચર્સ બનાવ્યા વિના 37.14 લાખની ઉચાપત

સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનીનું કર્યું યૌન શોષણ, અશ્લીલ મેસેજ કર્યા હતા
 
આમ, ઓડિટ રિપોર્ટમાં જે ખુલાસા કરાયા છે તે સાંભળીને પગ તળેથી જમીન સરકી જાય. પાલિકાના કર્મચારીોએ સ્મશાન અને સફાઈની રકમ પણ છોડી નથી. અનેક જગ્યાઓ પરથી નાણાં ઉધરાવ્યા, પણ તેને સરકારમાં જમા કરાવ્યા જ નથી. 15 પાલિકાઓમાં તો કામદારોને પણ છોડાયા નથી. તેમના હિસાબોમાં પણ ગરબડ ગોટાળા અને મોટાપાયે ઉચાપત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news