મગફળી ખરીદીમાં ફરી વાર સામે આવ્યો ભષ્ટ્રાચાર, ઝડપાયો લાંચિયો અધિકારી
ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરી ભષ્ટ્રાચાર સામે આવ્યો છે. જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં અધિકારી દ્રારા ખેડૂતનો ઝડપથી વારો લેવા માટે મગફળીની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખી ધટનાનો વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી અને લાંચ માંગનાર અધિકારીને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે જુઓ કઇ રીતે ટેકાના ભાવની ખરીદીમાં ચાલે છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરી ભષ્ટ્રાચાર સામે આવ્યો છે. જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં અધિકારી દ્રારા ખેડૂતનો ઝડપથી વારો લેવા માટે મગફળીની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખી ધટનાનો વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી અને લાંચ માંગનાર અધિકારીને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે જુઓ કઇ રીતે ટેકાના ભાવની ખરીદીમાં ચાલે છે.
રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભષ્ટ્રાચાર સામે આવ્યો છે. પડધરીના આસિસટન્ટ ગોડાઉન મેનેજર એસ.એમ.સોલંકી દ્રારા ટેકાના ભાવે મગફળીના વેચાણ કરવા આવેલા ખેડૂતો પાસે જલ્દી વારો લઇ લેવા માટે મગફળીની લાંચ માંગી હતી. આખી વાત ખેડૂતે એસપીજીને કરી જેના આધારે એસપીજીના કાર્યકર્તાઓ દ્રારા છટકુ ગોઠવવામાં આવ્યું. એસપીજીએ સોલંકીના પુત્ર ભાવેશને મગફળીનો કોથળો આપ્યો અને આખી વાતનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યુ જે બાદ એસપીજીએ સોલંકી સાથેની વાતચીત પણ રેકોર્ડ કરી અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી.
અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો, એકતા યાત્રા માટે કર્યુ માઇક્રો પ્લાનિંગ
ખેડૂતોની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા તુરંત જ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી દ્રારા તાત્કાલિક અસરથી આસિસટન્ટ મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ કેસમાં લાંચિયો અધિકારી સોલંકીની સાથે સાથે તેના પુત્ર સામે પણ કાર્યવાહી થઇ શકે છે. અને વાહન પણ કબ્જે થઇ શકે છે.
લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવ્યો છબરડો, પ્રશ્નપત્ર નિકળ્યું કોરું
મહત્વનું છે કે, તાજેતરમાં ગોંડલ માર્કેટીગ ચાર્ડનો પણ વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ઠેકેદાર દ્રારા લાંચ માંગવામાં આવી હતી. જ્યારે ફરી જૂના માર્કેટીંગ યાર્ડમાં વાયરલ વિડીયો અને લાંચિયા અધિકારીની કરતૂત સામે આવતા પારદર્શક વહિવટ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે