મિશન 2019 માટે ભાજપ તૈયાર, રાજનાથ અને અરૂણ જેટલીને મળી મોટી જવાબદારી
રાજનાથ સિંહ અને અરૂણ જેટલીને ક્રમશ: સંકલ્પ પત્ર (ઘોષણા પત્ર) કમિટી અને પ્રચાર શાખાના રવિવારે પ્રમુખ નિયુક્ત કર્યા છે. ખરેખરમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સામાન્ય ચૂંટણીની તેયારીઓ માટે 17 સમૂહોની રચના કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપે લોકસભા ચૂંટણી માટે તેમના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ અને અરૂણ જેટલીને ક્રમશ: સંકલ્પ પત્ર (ઘોષણા પત્ર) કમિટી અને પ્રચાર શાખાના રવિવારે પ્રમુખ નિયુક્ત કર્યા છે. ખરેખરમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સામાન્ય ચૂંટણીની તેયારીઓ માટે 17 સમૂહોની રચના કરી છે. એક નિવેદન અનુસાર 20 સભ્ય સકેલ્પ પત્ર કમિટીના સભ્યોમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, રવિ શંકર પ્રસાદ, પીયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી તથા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શામેલ છે. કમિટીને પાર્ટી ઘોષણાપત્ર તૈયાર કરવાનું કાર્ય સૌંપવામાં આવ્યું છે. જેટલી પણ આ કેમેટીના સભ્ય રહશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમાજીક તેમજ સ્વયંસેવી સંગઠનોથી સંપર્ક બનાવનારી કમિટિના પ્રમુખ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી હશે. જ્યારે તેમની કેબિનેટ સહકર્મી સુષમા સ્વરાજ ચૂંટણી માટે સાહિત્ય તૈયાર કરનાર સમૂહની પ્રમુખ હશે. પ્રસાદ મીડિયા સૂમહનું નેતૃત્વ કરશે, જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર બૃદ્ધિજીવીઓની સાથે બેઠકોનું આયોજન કરનાર શાખાના પ્રમુખ હશે. લોકસબા ચૂંટણી એપ્રિલ-મેમાં થવાની આશા છે.
તમને જણાવી દઇએ કે હાલમાં જ ભાજપના અધ્યક્ષે લોકસભા ચૂંટણી 2019ની તૈયારીને જોઇને 9 રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેમાં નિર્મલા સીતારામનને દિલ્હી અને જેપી નડ્ડાને ઉત્તર પ્રદેશની કમાન સોપવામાં આવી છે. પાર્ટીના પીયૂષ ગોયલને તમિલનાડુ, પોંડીચેરી અને આંદમાન-નિકોબારમાં લોકસભા ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સી.ટી. રવિને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપે 26 ડિસેમ્બર 2018 એ 17 રાજ્યો માટે પાર્ટી પ્રબારીઓની નિયુક્તિ કરી હતી.
વધુમાં વાંચો: HAL કોન્ટ્રાક્ટ મામલો: રાહુલે માગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, નિર્મલા સીતારામને પુરાવા સાથે આપ્યો જવાબ
તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર રાજસ્થાનમાં ચૂંટણી અભિયાન સંભળાશે. ત્યારે તેમના કેબિનેટ સહભાગી થાવરચંદ ગેહલોતને ઉત્તરાખંડની જવાબદારરી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા જહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર કેટલાક રાજ્યો માટે સહ-પ્રભારીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજકીય રૂપથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ગોવર્ધન ઝડપિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને જવાબદારી સોંપવામાં આવી છે. ઝડપિયા ગુજરાતના નેતા છે તો, ગૌતમ પાર્ટી અધ્યક્ષ છે. નરોત્તમ મિશ્રા મધ્ય પ્રદેશથી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સપા તથા બસપાના સંભવિત ગઠબંધથી મોટો પડકાર મળવાની સંભાવના છે. નિવેદન અનુસાર, ભાજપ મહાસચિવો ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈનને ક્રમશ; બિહાર અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યસભા સભ્ય વી. મુરલધરન અને પાર્ટી સચિવ દેવધર રાવને આંધ્ર પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર મહેન્દ્ર સિંહને આસામ તથા ઓ.પી. માથુરને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે ઘણા અન્ય રાજ્યો માટે પણ પ્રભારીઓ તેમજ સહ પ્રભારીઓની નિયુક્તિ કરી છે. આ રાજ્યોમાં હિમાચર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા અને સિક્કિમની સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પણ સામેલ છે. પાર્ટી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને રાજસ્થાનના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મંત્રી સવતંત્ર દેવ સિંહ તથા દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય મધ્ય પ્રદેશને ક્રમશ: પ્રભારી અને સહ પ્રભારી હશે.
ભાજપ મહાસચિવ અરૂણ સિંહ, હરિયાણાના મંત્રી અભિમન્યુ, કર્નાટકના પૂર્વ મંત્રી અરવિંદ લિંબાવલી અને ઉત્તરાખંડના પૂર્વ પાર્ટી અધ્યક્ષ તીરથ સિંહ રાવતને ક્રમશ: ઓડિશા, પંજાબ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. અભિમન્યુને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે પ્રવક્તા નલિન કોહલીને નાગાલેન્ડ અને મણિપુરની જવાબદારી સોંપવામાં આવી છે. બિહારના મંત્રી મંગલ પાંડ્યેને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે