વડોદરા અકસ્માત: આહિર સમાજની શોક બેઠકમાં પહોંચ્યા CR પાટીલ, દુઃખદ વ્યક્ત કરતા જાણો શું કહ્યું
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા
Trending Photos
ચેતન પટેલ/ સુરત: વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા. પરંતુ અકસ્માત સર્જાતા 11 લોકોનું મોત નીપજ્યું હતું. આજે આહિર સમાજના આગેવાનો આ ઘટના બાદ શોક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે તેવી માંગણી કરી હતી.
સી.આર.પાટીલ દ્વારા આહિર સમાજના આગેવાનો સાથે શોકબેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઘટના કેવી રીતે બની આ તમામ જાણકારી મેળવી હતી. સીઆર પાટીલે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવ્યું હતું અને આહિર સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર યોગ્ય વળતર મૃતકોના પરિવારજનોને આપશે.
આ સાથે પાટીલે જણાવ્યું હતું કે ઘટના બાદ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે આ માટે તેઓએ પણ ડોકટરોની એક ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યા હોવાનું પાટીલે જણાવ્યું હતું. આ ઘટનાના કારણે આહિર સમાજને આઘાત પહોંચ્યો છે. સમાજના આગેવાનોએ તાત્કાલીક પાર્ટીને રજૂઆત કરી હતી કે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે