વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?

વડોદરામાં સગીરા પર થયેલાં સામુહિક બળાત્કાર કેસમાં મોટી ખબર સામે આવી છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજરીને નાસતા ફરતા 5 આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.

વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
  • ગુજરાત પર મંડરાઈ રહી રહી છે કોની બદનજર?
  • શું આરોપીઓ બગાડવા માંગતા હતા માહોલ?
  • નવરાત્રિમાં હિન્દુ યુવતીઓ કેમ છે નિશાને?

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં વડોદરા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા મળી છે. કારણકે, સગીરા પર સામુહિક બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયા હતા. હવે આ તમામ આરોપીઓ પોલીસને હાથ લાગી ગયા છે. ભાયલી ગેંગ રેપના આરોપીઓને પોલીસે પકડ્યા છે. વડોદરા શહેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. વડોદરા પોલીસે તમામ 5 આરોપીઓને પકડીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓને આગળની કાર્યવાહી માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાબમાં આવ્યાં છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 7, 2024

 

  • પાંચેય આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું
  • 45 કિ.મી.રૂટ પરના 1100 CCTV ચેક કરાયા
  • વડોદરા ગેંગરેપના આરોપીઓની પોલીસે જોરદાર સર્વિસ કરી
  • ખુબ જ ગંભીર પ્રકારનાના કેસમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો
  • આઇજી, એસપી, 3 ડીવાયએસપી ,5 પીઆઈ,15 પીએસઆઈ સહિત 200 ની ટીમ કામે લાગી હતી
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ વડોદર ગેંગ રેપ કેસની તપાસમાં જોડાઈ હતી

વડોદરા ગેંગરેપ કેસના પાંચ આરોપીઓ પૈકી 3 આરોપીઓ વિધર્મીઃ
વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમોરે પત્રકાર પરિષદ કરીને કર્યો મોટો ખુલાસો. પોલીસ કમિશ્નરે જણાવ્યુંકે, વડોદરા ગેંગરેપ કેસના પાંચ આરોપીઓ પૈકી 3 આરોપીઓ વિધર્મી છે. પાંચેય આરોપી પરપ્રાંતિય છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસ હજુ પણ આ કેસની દરેક બાબતની ખુબ જ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. 4 ઓક્ટોબરની રાત્રે વડોદરાના ભાયલી ગામમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી. 

ગેંગરેપના 3 આરોપીઓ વિધર્મીઃ
આરોપીઓના નામ        આરોપીની ઉંમર
મુન્ના અબ્બાસ બંજારા        27 વર્ષ        
મુમતાઝ ઉર્ફે અલ્તાફ બંજારા    36 વર્ષ
ઈસ્માઈલ બંજારા        26 વર્ષ

નવરાત્રિમાં રોમિયોગીરી કે છેડતી કરનાર સામે વડોદરા પોલીસની લાલ આંખ કરવામાં આવી છે. ભાયલી ગેંગરેપ જેવી ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાદરા સહિત વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ કરાઈ. અવાવરું જગ્યા, કેનાલ, રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. પાદરા પોલીસે શી ટીમની અલગ અલગ ટુકડી તહેનાત કરી છે. મહિલા પોલીસ કર્મચારી ગરબા ગ્રાઉન્ડ અને જાહેર માર્ગ પર ચણિયાચોલી પહેરી ફરજ બજાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news