પોલીસ કમિશ્નર
સુરત : મનપા અને પોલીસ કમિશનરે હીરા ઉદ્યોગકરોને કર્યા આ નિર્દેશ, આ વ્યવસ્થા છે જરૂરી
આજ રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી
Nov 27, 2020, 08:19 PM ISTનવરાત્રિમાં સોસાયટી-ફ્લેટમાં એક કલાકની આરતી-પુજા માટે પોલીસ પરમિશન જરૂરી, આ રહેશે ગાઇડલાઇન
* નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરનુ જાહેરનામુ
* નવરાત્રીમા 200 થી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થઈ શકે
* સોશિયલ ડિસ્ટસિંગ સાથે માત્ર સ્થાપના અને આરતી કરવા મળશે મંજૂરી
* દશેરા પર રાવણ દહન અને ગરબા ના કાર્યક્રમો નહિ કરી શકાય
* દુર્ગા પૂજા માટે પણ જાહેર પંડાલો નહિ લગાવી શકાય
પોલીસ કમિશ્નર તરીકે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો, કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી
વડોદરા નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આજે વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, વડોદરા મારા માટે નવું શહેર છે, પરંતુ વડોદરાના તત્કાલિન પોલીસ કમિશ્નરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલા ભરી રહ્યા હતા. તે ચાલુ રાખીશ અને અને ગુનાખોરીનેઅંકુશમાં રાખવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનાથી તે સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
Aug 6, 2020, 11:38 PM ISTIPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંભાળ્યો ચાર્જ
ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. જેથી રક્ષાબંધન થી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળી લીધો છે.
Aug 3, 2020, 04:29 PM ISTસુરતના 22મા કમિશ્નર તરીકે અજય તોમરે સંભાળ્યો ચાર્જ, બહેનોને આપ્યું સુરક્ષાનું વચન
સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તેમને પત્રકાર પરિષદ કરી શહેરમા લો એન્ડ ઓર્ડર વધુ કડક બનાવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ સાથે-સાથે લો એન્ડ ઓર્ડરમાં સુધારા વધારા કરી તેનું ઇમ્પ્લિમેન્ટ વહેલી તકે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Aug 3, 2020, 01:11 PM ISTગુજરાત બજેટ 2020: રાજધાનીને મળશે કમિશ્નર, નીતિન પટેલની મહત્વની જાહેરાત
રાજ્યનાં પાટનગર ગાંધીનગરને પણ પોલીસ કમિશ્નર મળશે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરને રાજ્યનાં અન્ય ચાર શહેરોની જેમ પોલીસ કમિશ્નરેટ બનશે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બજેટ દરમિયાન આ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે. જે અનુસંધાને આઇજી અથવા આઇજીથી ઉપલી કક્ષાનાં અધિકારીઓ હવે ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવશે.
Feb 26, 2020, 08:58 PM ISTરેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા
શહેરમાં ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.
Feb 19, 2020, 08:10 PM ISTઅમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, અહીં નહીં ઉડાવી શકાય પતંગ
અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર રોડ પર પતંગ નહીં ઉડાવી શકાય.
Jan 13, 2020, 05:40 PM ISTNews Room Live: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર...
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Jan 12, 2020, 07:25 PM ISTNSUI મહામંત્રી નિખિલ સવાણી પોલિસ કમિશ્નરને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Jan 12, 2020, 07:25 PM ISTઅમદાવાદ: ફિલ્મી ઢબે રિક્ષા પર ચડીને લૂંટારાઓને ઝડપી પાડનાર યુવાનનું કમિશ્નરે કર્યું સન્માન
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઇલ લૂંટની ઘટનાને હિંમત પુર્વક સામનો કરનારા યુવાનનું પોલીસ કમિશ્નરે સન્માન કર્યું હતું
Nov 3, 2019, 10:30 PM ISTમહિલા ASI અને કાન્સ્ટેબદના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી
ગત ગુરૂવારે મહિલા ASI અને પોલીસ કોન્સેટબલે આપઘાત કરી લેતા શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.
Jul 14, 2019, 10:41 AM ISTરાજકોટ પોલીસે 16 વર્ષીય HIV ગ્રસ્ત કિશોરીનું ઓફિસર બનવાનું સપનું સાકાર કર્યું
જીવનમાં દરેક લોકોનું કોઈ સપનું જરૂર હોય છે. અનેએ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કંઇક અલગ જ હોય છે. રાજકોટની એચઆઈવી પોઝીટીવ પીડિત એક 16 વર્ષીય તરુણી કે, જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. અનેએ સપનું આજે પૂરું થયું છે. આ તરુની આજે મહિલા પોલીસ મથકમાં ઓફિસર બની પહોચી હતી. અને રાજકોટ મહિલા પોલીસ મથકના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું.
Jun 26, 2019, 10:20 PM ISTસુરત આગકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ, જુઓ વીડિયો
સુરત આગકાંડ બાદ પોલીસ કમિશ્નર સતિષ શર્મા અને ક્રાઈમબ્રાન્ચના અધીકારીઓ તક્ષશિલા આર્કેડ પહોંચ્યા
May 25, 2019, 05:15 PM ISTસુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બે બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર સતીશ શર્મા
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. જને લઇ આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
May 25, 2019, 11:09 AM ISTCBIvsPolice: દેશના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ દ્વારા પુછપરછ માટે CBI અધિકારીઓને કસ્ટડીમાં લેવાયા
પશ્ચિમ બંગાળમાં રવિવારે તે સમયે અભૂતપુર્વ સ્થિતી બની ગઇ, જ્યારે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરવા સીબીઆઇની ટીમને રાજ્ય પોલીસે કસ્ટડીમાં લઇ લીધા. ત્યાર બાદ સીબીઆઇની ટીમને કસ્ટડીમાં લઇને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ મુદ્દો શારદા ચીટ ફંડ સાથે સંકળાયેલો છે. આ મુદ્દે સંબંધિત કેટલીક ફાઇલો ગુમ હતી. એટલા માટે સીબીઆઇ રાજીવ કુમારની પુછપરછ કરી રહી હતી. ત્યાર બાદ સીબીઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
Feb 3, 2019, 08:08 PM ISTપોલીસ કમિશ્નરને રજૂઆત કરવા જતાં હાર્દિક પટેલ દંડાયો, પોલીસે ઉતારી ફિલ્મ
ઉપવાસ આંદોલન માટે સ્થળની ચોખવટ કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે અહીં ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે પટ્ટી ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું.
Aug 10, 2018, 03:33 PM IST