Video Viral: રોડ-રસ્તા બાદ હવે પુલ પર ચઢ્યો મગર! ગુજરાતના આ શહેરમાં રહેવા 56 ની છાતી જોઈએ!

Crocodile Video Viral: ગુજરાતમાં એક શહેર એવું છે જ્યાં તમે રસ્તા પર જતાં હોય તો અચાનક રસ્તા પર દોડી આવે છે ખૂંખાર મગરો...જીહાં, એક બે નહીં આ શહેરમાં વસે છે 1000 કરતા વધારે ખતરનાક મગર. એટલે જ ક્યારેય ઘરની બહાર નથી સુતા આ શહેરના લોકો...હાલમાં જ એક મગજ પુલ પર ચઢી ગયો છે. જુઓ વીડિયો...

Video Viral: રોડ-રસ્તા બાદ હવે પુલ પર ચઢ્યો મગર! ગુજરાતના આ શહેરમાં રહેવા 56 ની છાતી જોઈએ!

Crocodile Video Viral: તમે રસ્તા પરથી પસાર થતા હોય અને અચાનક તમારા પગ નજીક ખૂંખાર મગર દોડી આવે તો શું દશા થાય? કંઈક આવી જ હાલત અહીં રોજ થતી હોય છે. ગુજરાતના આ શહેરનો લોકો જીવના જોખમે મોંઘાદાટ મકાનો લઈને આ શહેરમાં વસવાટ કરે છે. આ શહેરમાં એક બે નહીં 1000 કરતા વધારે ખુંખાર મગરો વસવાટ કરે છે. અહીં વરસાદ આવતાની સાથે એક બાદ એક નદીમાંથી બહાર આવી જાય છે મગરો...

વડોદરામાં મગર નિકળવાનો સિલસિલો યથાવત છે. રોડ-રસ્તા, બાગ-બગીચા, રહેણાંક વિસ્તારો અને છેલ્લે છેલ્લો તો મગર પોલીસ સ્ટેશનમાં પણ ઘુસી ગયો હતો. હવે તો ખતરનાક મગર નદીથી બહાર નીકળીને રોડ પર વોકિંગ કરીને પુલ પર આવી ચઢ્યો છે. જીહાં હવે શહેરના આ બ્રિજ પર આવી ચડ્યો ખૂંખાર મગર....જેને વીડિયો સોશિયલ મીડયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. બ્રિજ પરથી પસાર થતા કોઈ રાહદારી દ્વારા જ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ છે. એજ કારણ છેકે, ગુજરાતના વડોદરામાં આવેલા ભીષણ પૂર બાદ હવે મગરોનો ભય વડોદરાવાસીઓને સતાવી રહ્યો છે. 

અહીં વાત થઈ રહી છે વડોદરા શહેરની...ચોમાસામાં ભારે વરસાદમાં નદીઓ ઓવરફ્લો થતી હોય છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ જો ભારે વરસાદનું પાણી એકઠું થાય તો આ નદી પણ છલકાતી હોય છે. આવી સ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગરો શહેરની સડકો પણ આવી જતા હોય છે. એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ ખુંખાર મગરો છે. ઓવર ઓલ અલગ અલગ નદી અને તળાવોને જોડીએ તો વડાદરોમાં અંદાજે 1000 કરતા વધારે મગરો વસવાટ કરે છે. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકારે વિશ્વામિત્રી નદી વહી રહી છે. આ નદીમાં આવા અનેક ખૂંખાર મગરોનો વાસ છે. 

ગુજરાતના વડોદરામાં કેટલાક દિવસોના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન હવે વિશ્વામિત્રી નદી પર બનેલા કાલાઘોડા બ્રિજ પર મગર આવી ચડ્યો હતો. નદીમાંથી બહાર આવી ગયેલા મગરે બ્રિજ પર ટ્રાફિક જામ કરી દીધો હતો. લગભગ 10 ફૂટનો મગર રાતે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી.જુઓ વડોદરાના કાલાઘોડા બ્રિજનો વીડિયોઃ
 

— Vadodara🪩 (@vadodara_click) September 6, 2024

ફોરેસ્ટ ટીમ દ્વારા કરાયું મગરનું રેસ્ક્યૂ -
બનાવને પગલે ફોરેસ્ટ ની ટીમ દોડી આવી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લઇ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દરમિયાન લોકો ઉમટી પડતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે મગરનું રેસ્ક્યૂ કરીને ફોરેસ્ટની ઓફિસે લઇ જવાયો હતો.

હમણાં થોડા દિવસો પહેલાં જ વડોદરામાં પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયો હતો ખૂંખાર મગર. જેને કારણે નાસભાગ મચી ગઈ હતી. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં મગર ઘુસી જતાં હડકંપ મચી ગયો હતો. મગરને જોઈને બાહોશ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આવી જ રીતે વડોદરા શહેરના બગીચાઓ, રોડ-રસ્તાઓ પર આવી ચડેલા મગરના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. એજ કારણ છેકે, આવી સ્થિતિમાં અવારનવાર વાઈલ્ડ લાઈફની ટીમો દ્વારા મગરને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે. મહત્ત્વનું છેકે, વડોદરા શહેરમાં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે. વિશ્વામિત્રી નદીનું જળ છલકાય તેની સાથે મગરો પણ બહાર આવી જાય છે. જેથી સચેત રહેવા તંત્ર દ્વારા પણ હંમેશા ચેતવણી આપવામાં આવે છે.

તેના થોડા દિવસો પહેલાં જ વડોદરાના ફતેગંજ નરહરી હૉસ્પિટલની બહાર મગર જોવા મળ્યો હતો. મોડી રાત્રે રસ્તા પર મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યાર બાદ મગરને રેસ્ક્યૂ કરી ફરી નદીમાં છોડાયો હતો. વર્ષોથી આ શહેરમાં મગરો અને લોકો એક બીજા સાથે વસવાટ કરતા આવ્યાં છે. જેમ ગીરમાં સિંહો વસવાટ કરે છે એમ વડોદરામાં મગરોનો વસવાટ છે.

ગુજરાતના આ શહેરમાં વસે છે 1000થી વધુ મગર!
ચોમાસામાં ભારે વરસાદમાં નદીઓ ઓવરફ્લો થતી હોય છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ જો ભારે વરસાદનું પાણી એકઠું થાય તો આ નદી પણ છલકાતી હોય છે. આવી સ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગરો શહેરની સડકો પણ આવી જતા હોય છે. એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ ખુંખાર મગરો છે. ઓવર ઓલ અલગ અલગ નદી અને તળાવોને જોડીએ તો વડાદરોમાં અંદાજે 1000 કરતા વધારે મગરો વસવાટ કરે છે. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકારે વિશ્વામિત્રી નદી વહી રહી છે. આ નદીમાં આવા અનેક ખૂંખાર મગરોનો વાસ છે. 

નદીકાંઠે રહેતાં લોકો હંમેશા ભયમાં રહે છેઃ
અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે  ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે. તેથી નદીકાંઠે રહેતાં લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news