ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો

આ તસવીર જોઈને પણ તમને ખ્યાલ ન આવ્યો હોય તો અમે તમને જણાવી દઈએ કે, આ તસવીર બોલિવુડના દિગ્ગજ સ્ટાર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન (Sara Ali khan) ની છે. સારાનો દરેક અંદાજ અલગ હોય છે. પોતાની પહેલી ફિલ્મ કેદારનાથથી લોકોના દિલમાં જગ્યા બનાવી લેનાર સારા હાલ પોતાના ભાઈ ઈબ્રાહીમ અને મા અમૃતા સિંહ સાથે નવા વર્ષનું વેકેશન ઉજવી રહી છે. હાલમાં જ તે વેકેશન મનાવીને પરત ફરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સારા નવા વર્ષને વેલકમ કરવા માટે માલદીવ પહોંચી હતી. આ રજા દરમિયાન પ્રવાસની અનેક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. નવા વર્ષમાં સારાનો બિકીની અવતાર પણ સામે આવ્યો, અને લોકોએ તેને પસંદ પણ કર્યો.
ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો

અમદાવાદ :આ તસવીર જોઈને પણ તમને ખ્યાલ ન આવ્યો હોય તો અમે તમને જણાવી દઈએ કે, આ તસવીર બોલિવુડના દિગ્ગજ સ્ટાર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન (Sara Ali khan) ની છે. સારાનો દરેક અંદાજ અલગ હોય છે. પોતાની પહેલી ફિલ્મ કેદારનાથથી લોકોના દિલમાં જગ્યા બનાવી લેનાર સારા હાલ પોતાના ભાઈ ઈબ્રાહીમ અને મા અમૃતા સિંહ સાથે નવા વર્ષનું વેકેશન ઉજવી રહી છે. હાલમાં જ તે વેકેશન મનાવીને પરત ફરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સારા નવા વર્ષને વેલકમ કરવા માટે માલદીવ પહોંચી હતી. આ રજા દરમિયાન પ્રવાસની અનેક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. નવા વર્ષમાં સારાનો બિકીની અવતાર પણ સામે આવ્યો, અને લોકોએ તેને પસંદ પણ કર્યો.

બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો  

સારાએ શેર કરી તસવીર 
હવે સારાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે બેબી ફિલ્ટર અંદાજમા નજર આવી રહી છે. આ ફોટોમાં સારા બહુ જ પ્રેમળ લાગી રહી છે. ફોટો જોઈને એવુ લાગી રહ્યું છે કે, તે નાનકડી બાળકી બની ગઈ છે. આ ફોટોને સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શુક્રવારે શેર કર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા જલ્દી જ ‘લવ આજકાલ 2’ અને કુલી નંબર 2માં નજર આવવાની છે. 

સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ઈમ્તિયાઝ અલીની સુપરહીટ ફિલ્મ ‘લવ આજકાલ’ની સિક્વલમાં સારા કાર્તિક આર્યન સાથે નજર આવવાની છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. તો કુલી નંબર 1માં સારા વરુણ ધવનની સાથે નજર આવનાર છે. આ ફિલ્મનું નિર્દેશન વરુણના પિતા ડેવિડ ધવન કરી રહ્યાં છે. આ ફિલ્મ વર્ષ 1995માં આવી હતી, જેની રિમેક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news