પાટણ યુનિ. કૌભાંડ મામલે અનેક તર્ક વિતર્ક, કેટલા મુન્ના ભાઈને MBBS બનાવ્યાનો આક્ષેપ

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની (Patan North Gujarat University) ગેરરીતિનો મામલો આજે મળેલી કારોબારી બેઠકમાં ઉછળ્યો હતો. વર્ષ 2018 માં મેડિકલની (Medical) એફ.વાય. એમબીબીએસની (FY MBBS) પરીક્ષામાં ગેર રીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા

પાટણ યુનિ. કૌભાંડ મામલે અનેક તર્ક વિતર્ક, કેટલા મુન્ના ભાઈને MBBS બનાવ્યાનો આક્ષેપ

પ્રેમલ ત્રિવેદી/ પાટણ: પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની (Patan North Gujarat University) ગેરરીતિનો મામલો આજે મળેલી કારોબારી બેઠકમાં ઉછળ્યો હતો. વર્ષ 2018 માં મેડિકલની (Medical) એફ.વાય. એમબીબીએસની (FY MBBS) પરીક્ષામાં ગેર રીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોપાઈ હતી અને તેનો રિપોર્ટ કારોબારીમાં સોંપતા અને તેમાં ગેરરીતિ સામે આવી પણ નિર્ણય માટે ખાસ આવતી કાલે ફરી કારોબારી બોલાવવાનો નિર્ણય કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જવા પામ્યા છે.

પાટણ ઉત્તર ગુજરાત યુનિ. (Patan North Gujarat University) ખાતે આજે કારોબારીની બેઠક કુલપતિના (Chancellor) અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી. જેમાં વર્ષ 2018 માં એફ.વાય. એમબીબીએસની (FY MBBS) માર્ચ- જૂન માસમાં લેવાનાર પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટ (Reassessment) માટે અરજી કરી હતી. જેમાં ગેર રીતિ તપાસ રિપોર્ટમાં બહાર આવવા પામી હતી. જે મામલે યુનિ. કુલપતિ જે જે વોરાને પુછતાં તેમને તપાસ ચાલુ હોવાનું રટણ કરી ધાક પીછોડા કરી મીડિયાને ગોળ ગોળ ફેરવવાની વાત કરતા આશ્ચર્ય ઉભું થવા પામ્યું હતું.

વર્ષ 2018 માં એફ.વાય. એમબીબીએસની (FY MBBS) માર્ચ- જૂન માસમાં યુનિ. દ્વારા પરીક્ષા લેવાઈ હતી જેના પરિણામ જાહેર થયા બાદ 10 વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ (Reassessment) માટે અરજી કરી હતી. જેમાં ગેર રીતિ થઈ હોવાની અરજી યુનિ.ના (Patan North Gujarat University) કારોબારી સભ્ય દ્વારા યુનિ. માં લેખીત અરજી કરવામાં આવતા તેની તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જે સમિતિએ આજે કારોબારીમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માં ફેર ફાર થયા છે.

જેમાં ત્રણ વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી, પુનઃ મુલ્યાંક કરનાર નિરીક્ષકની સહી નથી, બ્લોક રિપોર્ટમાં અને ઉત્તરવાહી ઉપર કરેલ જુનિયર સુપરવાઈઝરની સહી જુદી પડે છે, બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. આમ આ પ્રકારે ગેરરીતિ થયા હોવાનું રિપોર્ટમાં સામે આવવા પામ્યું હોવાનું યુનિ. રજીસ્ટાર જણાવી રહ્યા છે પણ આ મામલે આવતી કાલે ફરી કારોબારી મળશે અને નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારે આ પ્રકારે મેડિકલ ક્ષેત્રમાં જે આરોગ્ય સાથે સીધો વિષય જોડાયેલો છે તેના અભ્યાસક્રમની પરીક્ષામાં આટલી મોટી ગેરરીતિ રિપોર્ટમાં બહાર આવવા પામી છે છતાં યુનિના કુલપતિ માહિતીના આપવા ધાક પીછોડા કરી રહ્યા છે અને દોષિતોને છાવરવાનો પ્રયાસ કરતા હોય તે પ્રકારનો વ્યવહારને લઈ સમગ્ર યુનિમાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. તો સાથે વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ દ્વારા પણ આ પ્રકારની લાલીયાવાડી સામે વિરોધ નોંધાવ્યો હતો અને યુનિવર્સીટી દ્વારા આવા કેટલા મુન્ના ભાઈને MBBS બનાવ્યા હશે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news