Video : ડાયરામાં નોટોની સાથે ગોળીઓનો વરસાદ
આ ઘટના ક્ષત્રિય પરિવારના એક લગ્નપ્રસંગમાં બની છે
Trending Photos
જૂનાગઢ : હાલમાં જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. અહીં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટો સાથે ગોળીઓનો પણ વરસાદ કરાયો હતો. અહીં ખાનગી પ્લોટમાં યોજાયેલા ફંક્શનમાં સંતો અને મહંતોની હાજરીમાં હવામાં ફાયરિંગ કરાયું હતું. આ ઘટના ક્ષત્રિય પરિવારના એક લગ્નપ્રસંગમાં બની છે.
આ પ્રસંગમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોટો અને બુલેટનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંતો અને મહંતોની હાજરીમાં ક્ષત્રિય યુવાનો હવામાં ફાયરિંગ કરતા દેખાય છે. સામાન્ય રીતે ક્ષત્રિય સમાજમાં યોજાતા ખુશીના પ્રસંગોમાં ફાયરિંગ કરવામાં આવે છે અને એનો પુરાવો મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે