#Vadodaraflood Breaking : વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી, મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી
વડોદરાના પૂરમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ અને સ્થળાતરિત કરાયેલા લોકોને કેશડોલ ચૂકવવાની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/અમદાવાદ :વડોદરાના પૂરમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ અને સ્થળાતરિત કરાયેલા લોકોને કેશડોલ ચૂકવવાની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથમાં ભીડ ઉમટી
કેશડોલ ચૂકવવાની મુખ્યમંત્રીની જાહેરાત
આજે પોતાના જન્મદિવસે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દિવાલ ધરાશાયીની ઘટનામાં જે લોકો 4 મૃત્યુ પામ્યા છે, તેમને રૂપિયા 4-4 લાખની સહાય આપવામાં આવશે. તેમજ જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.
વડોદરામાં પૂરના પાણી ઓસરી રહ્યાં છે
એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહેલી રેસ્ક્યૂની કામગીરી વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે, હાલ શહેરમાં અનેક જગ્યાઓએ પૂરના પાણી ઓસરી રહ્યાં છે. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી.
વડોદરના એસટી બસ ડેપોમાંથી પાણી ઓસર્યા છે. પાણી ઓસરતા બસ સેવા ફરીથી શરૂ કરશે તેવી વડોદરા એસટી વિભાગે જાહેરાત કરવામાં આવી છે. ત્રણ થી ચાર કલાક બાદ એસટીની સેવા રાબેતામુજબ શરૂ કરાશે. હાલ સમાથી એસટીની બસ સુવિધા શરૂ કરાઈ છે. ત્યારે પાણી ઓસરતા જન જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યુ છે.
એનડીઆરએફની ટીમ સાથે ભારતીય સેના સાથે લોકોની મદદમાં જોડાઈ છે. આર્મીની ટીમ દ્વારા વડોદરાના સયાજીબાગ વિસ્તારથી 70 લોકોને સલામત રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બાળકો, મહિલાઓ અને વડીલોને સલામત સ્થળે પહોંચાડાયા હતા. તો વડોદરાના સમા વિસ્તારમાંથી દર્દીઓનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે