અમદાવાદ : ફ્લાવર શોમાં આ વર્ષે એવું જોવા મળશે, કે ગુજરાતમાં પહેલા ક્યારેય જોયું નહિ હોય

 અમદાવાદમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છે. જેમાં અમદાવાદનું આંગણુ ફૂલગુલાબી રંગોથી છવાઈ જશે.

અમદાવાદ : ફ્લાવર શોમાં આ વર્ષે એવું જોવા મળશે, કે ગુજરાતમાં પહેલા ક્યારેય જોયું નહિ હોય

અમદાવાદ : અમદાવાદમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છે. જેમાં અમદાવાદનું આંગણુ ફૂલગુલાબી રંગોથી છવાઈ જશે. રિવરફ્રન્ટ પર AMC અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસથી પશ્વિમ કિનારા પર ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો યોજાશે. હાલ ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોનસાઈ, કેક્ટ્સ અને પામ સહિત 750 કરતાં વધુ ફૂલ-છોડના 7 લાખથી વધુ રોપાં પ્રદર્શનમાં મૂકાશે. 

જમીન પર આળોટીને રાસ રમતો જયંતી ભાનુશાળીનો આ Video જોઈ તમે અવાક રહી જશો

આ સિવાય વિવિધ પેટા વિભાગોની માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી જાણીતી નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. ખાતર-બિયારણ, જંતુનાશક દવા અને બાયાયગી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોલ્સ રહેશે, જેથી લોકો પોતાના ઘરના બાગને પણ સુશોભિત કરી શકે. 

ખાસ ફૂલોની કલાકૃતિ હશે
ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ફૂલોમાંથી બનતી વિવિધ કૃતિઓ રહેશે. આ વર્ષે સી-પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીના જીવન પર તૈયાર કરાઈ રહેલી કૃતિ મુખ્ય આકર્ષણ બની રહેશે. ફ્લાવર શોમાં બ્રિટનના બકિંગહામ પેલેસ જેવો રોયલ ગાર્ડન પણ તૈયાર કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોમાં લગભગ 7થી 8 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news