હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોરોના દર્દીઓ માટે જાહેર કરી પોલિસી
હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલા RTPCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. પરંતુ હવે RTPCR રિપોર્ટ વિના જ જો શંકાસ્પદ લક્ષણો હશે તો દાખલ કરીને સારવાર આપવામાં આવશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં સતત વધતા જતાં કોરોના સંક્રમણના લીધે હોસ્પિટલો ઉભરાઇ રહી છે. દર્દીઓની સંખ્યા વધતાં કોવિડ સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાઇકોર્ટમાં પીએઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેને પગલાં હાઇકોર્ટે સરકારને કેટલાક નિર્દેશ કર્યા હતા.
ત્યારે કોરોના દર્દીઓને દાખલ થવા માટે સરકારે પોલીસી જાહેર કરી છે. જો કે હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલા RTPCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. પરંતુ હવે RTPCR રિપોર્ટ વિના જ જો શંકાસ્પદ લક્ષણો હશે તો દાખલ કરીને સારવાર આપવામાં આવશે.
આ ઉપરાંત 108 અથવા કોઇપણ વાહનોમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 13,021 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 75.92 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,47,525 એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,46,739 લોકો સ્ટેબલ છે. 4,90,412 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,035 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 123 દર્દીઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે