મુશ્કેલી વઘશે: દિલ્હી પોલીસ દ્વારા કચ્છના પૂર્વ ધારાસભ્યની છબીલ પટેલની કરાશે અટકાયત

કચ્છનાં અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની આજે પુછપરછ થઈ શકે છે.

મુશ્કેલી વઘશે: દિલ્હી પોલીસ દ્વારા કચ્છના પૂર્વ ધારાસભ્યની છબીલ પટેલની કરાશે અટકાયત

અમદાવાદ: કચ્છનાં અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની આજે પુછપરછ થઈ શકે છે. દુષ્કર્મ કેસમાં દિલ્હી પોલીસ છબીલ પટેલની પુછપરછ માટે અમદાવાદ આવી પહોંચી છે. એક મહિલાએ થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે છબીલ પટેલે NGOમાં કામ અપાવવાના બહાને તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે.

ત્યારે આ મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ અમદાવાદમાં આવી પહોંચી છે અને છબીલ પટેલના ઘરના 2 દિવસથી આંટાફેરા કરી રહી છે. પરંતુ છબીલ પટેલ તેમના નિવાસસ્થાને મળી રહ્યા નથી. છબીલ પટેલ સહિત તેમનો પરિવાર પણ હાલ ક્યાં છે તે કોઈને પણ ખબર નથી. આગામી દિવસોમાં છબીલ પટેલની ધરપકડ પણ થઇ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news