ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી 37 લાખ પડાવ્યા

ગાંધીનગર સચિવાલયમાં વર્ગ-3 ની નોકરી આપવાનુ કહીને વડનગરના યુવાન સાથે 37 લાખની છેતરપીંડી કરવામાં આવી છે. આ મામલે છેતરપીંડી કરનારા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. 
ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી 37 લાખ પડાવ્યા

તેજસ દવે/મહેસાણા :ગાંધીનગર સચિવાલયમાં વર્ગ-3 ની નોકરી આપવાનુ કહીને વડનગરના યુવાન સાથે 37 લાખની છેતરપીંડી કરવામાં આવી છે. આ મામલે છેતરપીંડી કરનારા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. 

ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

વડનગરના સિપોરના ખાડિયાવાસમાં હેમંતકુમાર મણીલાલ પટેલ સાથે 37 લાખની છેતરપીંડી કરવામાં આવી છે. વડનગરના રહેવાસી જીમ્મી ભરતભાઈ પટેલ અને મૌલિક હીરપરા નામના બે શખ્સોએ યુવકને સચિવાલયમાં નોકરી અપાવવાનું કહી તેની પાસેથી 37 લાખ રૂપિયા લીધા હતા. બંને શખ્સોએ હેમંતને નકલી ઓફર લેટર તથા ઓર્ડર નિમણૂંક પત્ર તથા આઇકાર્ડ બનાવી આપ્યો હતો. તેમજ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટા હોદ્દા ધરાવી બનાવટી સિક્કા પણ મારી આપ્યા હતા. બંને બીજા શખ્સો સાથે પણ આ રીતે છેતરપીંડી કરી હતી. નોકરી ન મળતા તેઓએ રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી, તેઓએ રૂપિયા પણ પરત આપ્યા ન હતા. ત્યારે હેમંત કુમાર પટેલે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે આરોપીઓ સામે ઇપીકો ૫૦/૧૯, ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૧૨૦બી અંતર્ગત ગુનો નોંધી એલસીબી પીઆઇ એસ એસ નિનામાએ તપાસ હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news