Jasprit Bumrah અને સંજના ગણેશને કરી નવા જીવનની શરૂઆત, જુઓ લગ્નની તસવીરો

બુમરાહ અને સંજન ગણેશન અને જસપ્રીત બુમહાર લગ્નના બંધમાં બંધાય ગયા છે. 
 

Jasprit Bumrah અને સંજના ગણેશને કરી નવા જીવનની શરૂઆત, જુઓ લગ્નની તસવીરો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના જીવનમાં નવી ઈનિંગની શરૂઆત કરી છે. ટીવી એન્કર સંજના ગણેશને મોટા-મોટા બેટ્સમેનોને આઉટ કરનાર આ બોલરને ક્લીન બોલ્ડ કરી દીધો છે. બુમરાહ અને સંજન ગણેશન અને જસપ્રીત બુમહાર લગ્નના બંધમાં બંધાય ગયા છે. 

વિશ્વના સૌથી શાનદાર ફાસ્ટ બોલરોમાંથી એક બુમરાહ હવે બેચલર રહ્યો નથી. તે હવે મેરિડ મેન બની ચુક્યો છે. બુમરાહે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચાડી છે. તેમાં બુમરાહ અને સંજના ગુલાબી કલરના પોશાકમાં જોવા મળી રહ્યાં છે. 

Steered by love, we have begun a new journey together. Today is one of the happiest days of our lives and we feel blessed to be able to share the news of our wedding and our joy with you.

Jasprit & Sanjana pic.twitter.com/EQuRUNa0Xc

— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 15, 2021

ભારતીય ટીમના ફાસ્ટ બોલર બુમરાહ અને ટીવી એન્કરના લગ્નના સમાચારો ત્યારે સામે આવ્યા હતા જ્યારે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાંથી નામ પરત લઈ લીધુ હતું. બુમરાહે અંતિમ ટેસ્ટમાંથી અંગત કારણોસર પોતાનું નામ પાછુ ખેચી લીધું હતું. ત્યારબાદ મીડિયામાં સમાચાર આવ્યા કે બુમરાહ લગ્ન કરવાનો છે. આજે બુમરાહે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news