હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મતદાન, મેયર, ડે.મેયર માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ
ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે મળેલી સામાન્ય સભા હંગામા વચ્ચે પૂર્ણ થઈ હતી. હાઈકોર્ટના આદેશ પ્રમાણે મળેલી સભામાં ભાજપના મેયર પદે ઉભા રહેલા રીટા બહેનને 16 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મેયરપદે ઉભા રહેલા જીતુ રાયકાને 14 મત મળ્યા હતા.
Trending Photos
ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે મળેલી સામાન્ય સભા હંગામા વચ્ચે પૂર્ણ થઈ હતી. હાઈકોર્ટના આદેશ પ્રમાણે મળેલી સભામાં ભાજપના મેયર પદે ઉભા રહેલા રીટા બહેનને 16 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મેયરપદે ઉભા રહેલા જીતુ રાયકાને 14 મત મળ્યા હતા. તો ડેપ્યુટી મેયર પદે ઉભા રહેલા ભાજપના રાજા ગોંધલને 16 મત મળ્યા હતા. જેમાં સામાન્ય સભા બાદ તમામના ઉમેદવારી પત્રો માન્ય રખાયા હતા. ત્યારે હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ હાઈકોર્ટમાં મોકલાશે. જેમાં અંતિમ પરિણામ હાઈકોર્ટ આગામી 22 નવેમ્બરે જાહેર કરશે.
ભાજપના રીટા બહેનને 16 મત મળ્યા છે. ભાજપના મેયર પદે રીટા બહેનનું નામ નિશ્વિત માનવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપ તરફથી ડે.મેયર પદે રાજાભાઈ ઘાંઘર નામ નક્કી ગણવામાં આવી રહ્યું છે.
સવારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરુ થતાં જ ઉગ્ર બની ગઈ હતી. હદ તો ત્યાં થઈ કે, સામાન્ય સભામાં લોકસાહીનું ચિરહરણ થતું જોવા મળ્યું હતું, પોલીસ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયાં હતાં. સભા સ્થળમાં જ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બનતાં પોલીસને બળપ્રયોગ વાપરવો પડ્યો હતો અને કોંગ્રેસના સભ્યોને બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાએ બારીમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી અને જેમાં જીતુ રાયકાના પગે કાચ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી
આ જોઈ રોષે ભરાયેલા કોંગ્રેસના સભ્યએ સભા સ્થળમાં જ તોડફોડ શરુ કરી હતી અને માઈક તથા અન્ય વસ્તુઓની તોડફોડ કરી હતી. બંને પક્ષની આ બબાલે સામાન્ય સભાનું ચિરહરણ કરી દીધું હતું. સામાન્ય સભાના અત્યારસુધીના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નહીં હોય. આટલેથી હંગામો અટક્યો નહોતો. મહિલા પોલીસે મહિલા સભ્યોને સભાકક્ષમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ મહિલા સભ્યોએ મહિલા પોલીસ પર હાથ ઉગામતાં મહિલા પોલીસે પણ તેમના પર હાથ ઉગામી તેમને સભા સ્થળે લઈ ગયા હતાં. સભામાં લોકશાહીનું ચિરહરણ કરતા આ દ્રશ્યો અંકિત બારોટની મુક્તિની માગ સાથે યથાવત્ હતાં. કોંગ્રેસના સભ્યોએ તો ભાજપના ગુંડાઓ બેફામ બન્યા હોવાના પણ આરોપો સભામાં મૂક્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે