ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્સન

  ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સટેન્શનની અરજીને મંજુર રાખી છે. આ મહિનાના અંતે રિટાયર થઇ રહેલા મુકીમ હવે ફેબ્રુઆરી 2021 સુધી CS ના પદ પર યથાવત્ત રહેશે. ગુજરાત સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતી અને આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે. આ માટે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની અપીલ કરવામાં આવી હતી જે કેન્દ્રએ મંજુર કરી દીધી છે. 
ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્સન

અમદાવાદ:  ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સટેન્શનની અરજીને મંજુર રાખી છે. આ મહિનાના અંતે રિટાયર થઇ રહેલા મુકીમ હવે ફેબ્રુઆરી 2021 સુધી CS ના પદ પર યથાવત્ત રહેશે. ગુજરાત સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતી અને આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે. આ માટે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની અપીલ કરવામાં આવી હતી જે કેન્દ્રએ મંજુર કરી દીધી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુકીમ એક કુશળ અધિકારી છે જેઓ રાજ્યના હિતને કોઇ પણ બાબત કરતા સૌથી ઉપર રાખે છે. તેઓ દિલ્હીથી ચીફ સેક્રેટરીકે ગુજરાતમાં મુકવામાં આવ્યા હતા. જેથી એવું માનવામાં આવે છે કે તેઓને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે નજીકના સંબંધ છે. મુકીમને 6 મહિનાનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જો મુકીમને એક્સટેન્શન ન મળે તો એડિશન ચીફ સેક્રેટરી રેવન્યુ પંકજ કુમાર, એડીશન ચીફ સેક્રેટરી પર્યાવરણ અને વન વિભાગ ડો રાજીવ કુમાર ગુપ્તા, એડિશન ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ટર્નલ ટ્રેડ સેક્રેટરી ગુરુપ્રસાદ મહાપાત્રા જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news