વાયુથી બચવા માટે ગુજરાત સરકારે લીધા મોટા પગલા, આર્મી-એરફોર્સ પણ ખડેપગે

વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના શુ પગલા લેવાયા છે, તેની માહિતી આપી હતી.

વાયુથી બચવા માટે ગુજરાત સરકારે લીધા મોટા પગલા, આર્મી-એરફોર્સ પણ ખડેપગે

હિતલ પારેખ/ગાંધીનગર :વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના શુ પગલા લેવાયા છે, તેની માહિતી આપી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાઈ કે, ગુજરાત સરકાર ભારત સરકારના સંપર્કમાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંકલનમાં રહીને રાજ્ય સરકાર કામ કરી રહી છે. મુખ્યમંત્રી તમામ પગલા પર મોનિટરીંગ કરી રહ્યાં છે. અમે મુખ્ય સચિવ સાથે બેઠક કરી, જેમાં ડી.જી પોલીસ આર્મી કોસ્ટ ગાર્ડ એરફોર્સ પણ સામેલ રહ્યું. 

તેમણે કહ્યું કે, વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો પ્રભાવિત થશે. આ જિલ્લાઓના નીચેનો જે કોસ્ટલ વિસ્તાર છે તેના કાચા મકાન હોય તેને ઓળખ કરી લેવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરોને તેમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું કહી દેવાયું છે. તમામ લોકોને સલામત ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે. જે જગ્યાએ તેઓનું સ્થળાંતર કરવામાં આવશે, ત્યાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પીવાના પાણીથી માંડીને તમામ સુવિધા હશે. વાવાઝોડાથી પ્રભાવિત લોકોની બચાવની કામગીરી માટે એનડીઆરએફની અને આર્મી ટીમ આવશે. ભારત સરકાર પાસે એનડીઆરએફની વધુ કુલ એનડીઆરએફની 35 ટીમ થશે. બીએસએફની ટીમ કચ્છમાં કાર્યરત રહેશે.

આર્મી અને એરફોર્સના મદદ વિશે તેમણે કહ્યું કે, આર્મી ટીમનું ડિપ્લોયમેન્ટ આવતીકાલે સવારે થઈ જશે. આર્મી ઉપરાંત એરફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વાવાઝોડાની આફતના પગલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેઆર્મીની 14 કંપનીઓની માંગ કરી હતી. જે આવતીકાલ સવાર સુધીમાં 10 આર્મી કંપનીઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે.  

અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા, પોલીસ પણ અવઢવમાં મૂકાઈ

અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ, તો ત્યાં બે દિવસ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. તો બીજી તરફ, સાડા ચાર લાખ ખેડૂતોને મેસેજ થકી જાણ કરી દેવામાં આવ્યું છે કે, વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું. તો વાવાઝોડું આવ્યા પછી રસ્તાઓને ડૅમેજ થાય તો તેને તાત્કાલિક રિપેર કરવા સુધીના કામો કરવાની તૈયારી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આર એન બી ઉર્જા વિભાગ તમામ લોકો સાથે સંકલન સમિતિને કામગીરી સોંપવામાં આવી રહી છે.  વાવાઝોડાની અસર પછી તમામ સ્થળો પર પીવાનું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. સમગ્ર વહીવટીતંત્ર વાયુ વાવાઝોડાને સામનો કરવા માટે તૈયાર છે. 12 અને 13 તારીખએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળે તેવી સૂચના રાજ્યમાં આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news