પ.બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ: મમતા બેનર્જી

ચૂંટણી દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં.

પ.બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ: મમતા બેનર્જી

નવી દિલ્હી: ચૂંટણી દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં. કોલકાતાના હરે સ્કૂલમાં વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપવા આવેલા મમતા બેનર્જીએ કહ્યું કે ઈશ્વરચંદ વિદ્યાસાગરની 200મી જયંતી વર્ષ આવી રહી છે અને તેની ઉજવણી થવાની છે. અમે ચાર હસ્તીઓની કાંસ્યની મૂર્તિઓ લગાવવા જઈ રહ્યાં છે. જેમાં ઈશ્વરચંદ વિદ્યાસાગર, રવિન્દ્રનાથ ટાગોર, આશુતોષ મુખર્જી અને કાઝી નઝરૂલ ઈસ્લામની કાંસ્યની મૂર્તિઓ વિદ્યાસાગર કોલેજના રસ્તા પર બનવા જઈ રહી છે. જો કે હવે મમતા ભાજપ વિરુદ્ધની પોતાની રાજકીય જંગ બંગાળ વિરુદ્ધ ગુજરાતની લડાઈ બનાવવાની પણ કોશિશ કરી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ અમે એવું નહીં થવા દઈએ. તેમણે કહ્યું કે હું ગુજરાતીઓની વિરુદ્ધમાં નથી પરંતુ ગુજરાતના તોફાનીઓની વિરુદ્ધમાં છું. 

મમતા બેનર્જીએ શાળાથી વિદ્યાસાગર કોલેજ સુધી પદયાત્રા કરી અને ત્યારબાદ તેમણે અહીં ઈશ્વરચંદ વિદ્યાસાગરની નવી મૂર્તિનું અનાવરણ કર્યું. અત્રે જણાવવાનું કે 14મી મેના રોજ ટીએમસી અને ભાજપના  કાર્યકરો વચ્ચેની ઝડપમાં વિદ્યાસાગરની મૂર્તિ તૂટી ગઈ હતી. ત્યારબાદ ટીએમસી અને ભાજપ એક બીજા પર મૂર્તિ તોડવાનો આરોપ લગાવી રહ્યા હતાં. બંને પાર્ટીઓના કાર્યકરો વચ્ચે સતત તણાવ અને ઝડપ ચાલુ છે. 

જુઓ LIVE TV

એટલું જ નહીં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલીવાર સ્વીકાર્યું છે કે પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય હિંસા થઈ છે. જો કે તેમણે દાવો કર્યો કે આ હિંસામાં ભાજપના 2 જ કાર્યકરો માર્યા ગયાં જ્યારે તૃણમૂલના 10 કાર્યકરોના મોત થયાં. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ કોઈ રમકડું નથી. અમે તેની સાથે મનમાની થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે તેઓ (ભાજપના લોકો) પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવા માંગે છે, પરંતુ અમે તેને ગુજરાત બનવા દઈશું નહીં. 

કોલકાતાના હરે સ્કૂલના ગ્રાઉન્ડમાં મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કરતા મમતા બેનર્જીએ કહ્યું કે  તમે લોકોએ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તમે રાજા રામ મોહન રાય અંગે ખોટું કહ્યું. તે આપણા સમાજ, પરંપરા અને બંગાળી સંસ્કૃતિ પર હુમલો છે. આ બંગાળી સંસ્કૃતિ અને પરંપરા ખતમ કરવાનો પ્રયત્ન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news