સુરતમાં બની સોનાની સંસદ! દેશની નવી સંસદની થીમ પર ઝવેરીએ તૈયાર કર્યા હીરા-મોતીના દાગીના

સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. 

સુરતમાં બની સોનાની સંસદ! દેશની નવી સંસદની થીમ પર ઝવેરીએ તૈયાર કર્યા હીરા-મોતીના દાગીના

ચેતન પટેલ/સુરત: નવા સંસદ ભવનને લઇ રાજકારણ પણ ગરમાયું છે અને બીજી બાજુ પાડોશી દેશ ચીનએ પણ આ નવા સંસદ ભવનની પ્રશંસા પણ કરી છે. ત્યારે સુરત જ્વેલરી ઉદ્યોગે આ નવા સંસદ ભવનને લઈને એક એવી પહેલ કરી છે કે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જ્વેલરી જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. 

No description available.

પોતાની એક એક ડિઝાઇન થી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગ એ હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે. કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોચર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે. 

જ્વેલરીની ખાસિયત છે કે આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇનના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે. સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરીની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે. જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગ માં લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર પણ છે અને તેની ઉપર દી લેજેન્ટ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચનો છે. 

No description available.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, હાલ સુરત તમામ જ્વેલરી ઉદ્યોગકારોને અમે એક થીમ આપી છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આની પાછળનું કારણ છે કે કોઈ પણ જ્વેલરી બજારમાં આવે તેની ડિઝાઇન ટ્રાઈગ્નલ છે એટલે કે નવા સંસદ ભવન ની પ્રતિકૃતિ જેવું હોય. આ ટ્રેન્ડ લાવવા માટે અમે નિર્ણય લીધો હતો. 

બીજું કારણ હતું કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે અને જ્યારે લોકતંત્રના મંદિર તૈયાર થાય ત્યારે તેને એક જ્વેલરી ના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ના તમામ જ્વેલરીમાં અનેક પ્રકારના હીરાઓ છે પરંતુ ટ્રાયંગલર કલર નો ઉપયોગ વધારે કરવામાં આવ્યું છે. પેન્ડલમાં અને અન્ય જ્વેલરીમાં ખાસ અશોક સ્તંભ અને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

No description available.

સાથે જણાવ્યું હતું કે, આ જ્વેલરી ખાસ અમે ભારતના લોકો માટે તૈયાર કરી છે. હિપહોપ જ્વેલરીની વાત કરવામાં આવે તો આ 100 ગ્રામથી વધુ વજનની જ્વેલરી હોય છે. 2 ગ્રામથી 200 ગ્રામ સુધીની આ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. આ મોટાભાગે 18 કેરેટથી લઈ 14 કેરેટ ગોલ્ડમાં તૈયાર થાય છે. આ ડાયમંડ જ્વેલરી હોય છે. આ જ્વેલરી ની અંદર કલર સ્ટોન, મીનાકારી, કરવામાં આવી છે. જે રીતે માર્કેટમાં રિક્વાયરમેન્ટ હોય છે તે જ રીતે અમે આ જ્વેલરી તૈયાર કરતા હોઈએ છીએ. 

વેપારી રોહન ભાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે જેને લઇ વિચાર આવયો હતો કે તેઓ પણ જ્વેલરીમાં નવા સંસદ ભવનની ડિઝાઇન નો સમાવેશ કરે. આ ડિઝાઇન ભારતીય પરંપરા ને દર્શાવે છે. તેઓની ડિસ્પ્લે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરવા જઈ રહ્યા છે. જેની ડિમાન્ડ પણ વધી રહી છે. 

No description available.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયા નો કોન્સેપ્ટ છે તેને વૈશ્વિક સ્તરે રજુ કરી શકાય તે માટે આ ખાસ ડિઝાઇન મૂકી છે. લોકોને નવા સંસદ ભવન ની ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિઝાઇન અંગે જાણકારી મળે તે માટે ખાસ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ હાલમાં નરેન્દ્ર મોદીના પેન્ડન્ટ ની પણ ખૂબ ડિમાન્ડ છે જેમાં લેજેન્ડ ઓફ વર્લ્ડ ના પેન્ડેન્ટ બન્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news