ઉપવાસ 'દાવ' અજમાવવા નીકળેલા હાર્દિકને પાડી દેવા સરકારનો માસ્ટરસ્ટ્રોક
પાટીદાર નેતા હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે
Trending Photos
અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે તે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. આ ઉપવાસ માટે હાર્દિકે સૌથી પહેલા શુકન ચાર રસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો હતો. હવે સરકારે માસ્ટરસ્ટ્રોક મારીને રવિવારે આ વિસ્તારના અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખ્યા છે. સરકારના આ પગલાને લીધે હવે હાર્દિક કઈ જગ્યાએ ઉપવાસ કરવા બેસશે એવો યક્ષપ્રશ્ન ઉભો થયો છે.
गुजरात में आरक्षण और किसानों की क़र्ज़ा माफ़ी की माँग के साथ 25 अगस्त से अहमदाबाद में अनिच्छितकालिन अनशन ।।
हमारा विजय संकल्प है और सरकार को जनता के मौलिक अधिकारों के सामने झुकाएँगे !!! युवाओं को मिले अधिकार,
किसानों को मिले सम्मान ।। pic.twitter.com/SW52RRC3P8
— Hardik Patel (@HardikPatel_) July 24, 2018
આ મામલે પહેલાં નિવેદન આપતા પાસ આગેવાન નિખિલ સવાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકારની તાનાશાહીનો આ વધુ એક પુરાવો છે. ઉપવાસ માટે માગવામાં આવેલા ગ્રાઉન્ડને જનરલ ડાયરના કહેવાથી અમદાવાદ કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું. આ સાથે જ સવાણીએ ચિમકી આપી કે, પાસને મંજૂરીની જરૂર નથી. હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર ઉપવાસ કરીશું. કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગૃહ મંત્રીની રહશે. જો અમને પરમિશન નહીં મળે તો આગામી દિવસોમાં ભાજપના ઇશારે કામ કરતાં સરકારી અધિકારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહે.
ઉપવાસ સ્થળ માટેની પરવાનગી વિશે હાર્દિક પટેલ અને અન્ય પાસના સભ્યોએ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને AMCના કમિશનર વિજય નેહરાની મુલાકાત લીધી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હાર્દિક જણાવે છે કે તે પોતાના કેસના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં ઉપવાસ પર ન બેસી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે