હાર્ટ એટેકના કેસ વધતા સરકાર એલર્ટ, 2 એપ્રિલે રાજ્યભરમાં CPR ટ્રેનિંગની આપવાનું આયોજન

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનામાં ક્રિકેટ રમતાં-રમતાં હાર્ટ એટેક આવવાના સમાચારો સામે આવ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવા લોકોએ પણ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ જોતા રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. 

હાર્ટ એટેકના કેસ વધતા સરકાર એલર્ટ, 2 એપ્રિલે રાજ્યભરમાં  CPR ટ્રેનિંગની આપવાનું આયોજન

ગાંધીનગરઃ રાજ્યમાં નાની ઉમરના યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. હાર્ટ એટેકને કારણે યુવાનોમાં મૃત્યુના કિસ્સા પણ વધી રહ્યા છે. જેને જોતાં હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે. બીજી એપ્રિલના રોજ આ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હાર્ટ એટેકને અત્યાર સુધી સાયલન્ટ કિલર કહેવાતું હતું, પણ હવે તે જાહેરમાં લોકોનો જીવ લઈ રહ્યું છે. હરતી ફરતી વ્યક્તિ અચાનક પડી જાય છે અને હંમેશ માટે શ્વાસ ગુમાવી દે છે. આ પ્રકારના કિસ્સામાં વધારો ચિંતાજનક છે.

28 વર્ષનો આ યુવાન સુરતના પાંડેસરા વિસ્તારની એક સોસાયટીમાંથી પસાર થતો હતો, ત્યારે અચાનક પડી ગયો, તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી, અને તેણે દમ તોડી દીધો. યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું, પણ તેના મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ 31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ, પરિણીત મહિલાઓના પણ લફરાં વધ્યા

જામનગરથી માટેલ જતા પદયાત્રીનું રાસ રમ્યા બાદ અચાનક મૃત્યુ થઈ ગયું. પદયાત્રા દરમિયાન યુવાન ગરબા પણ રમ્યો હતો. જો કે તેના થોડા જ સમયમાં તેણે દમ તોડી દીધો. તેનું મૃત્યુ પણ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આવા તો તાજેતરના ઘણા કિસ્સા છે, જેમાં કઈ સ્કૂટર પર બેઠા બેઠા ઢળી પડે છે, તો કોઈ ક્રિકેટ રમતી વખતે જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેક મહામારીની જેમ યુવાનો પર ત્રાટકી રહી છે. 

યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ વધતા તબીબો પણ હેરાન છે. રાજ્ય સરકાર પણ હવે આ મામલે હરકતમાં આવી છે. રવિવારે 2 એપ્રિલના રોજ સરકારે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તમામ ધારાસભ્યોનાં મતવિસ્તારમાં CPR ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. 1200થી વધારે તજજ્ઞો 38 મેડિકલ કોલેજમાં કાર્યક્રમ યોજશે. સવારે 9 વાગ્યે આ તાલીમનું આયોજન કરવામાં આવશે..મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહેશે. 

આ પણ વાંચોઃ દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીંઃ મુખ્યમંત્રી

વ્યક્તિને જ્યારે હાર્ટ એેટેક આવે ત્યારે તેને CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસાઈટેશનની થેરાપી આપવામાં આવે છે. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે. આ તાલીમ લેવી જરૂરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news