બિગ બ્રેકિંગ : દિવાળીએ ગુજરાતના 17 IPS ઓફિસરોને બદલી-પ્રમોશનના ઓર્ડર છૂટ્યા

Diwali 2022 : દિવાળીના દિવસે IPS અધિકારીઓની બદલી.. ગુજરાતમાં 17 IPS અધિકારીઓની બદલી..અમદાવાદના બંને સેકટરના જેસીપીઓની બદલી... રેંજ આઈજીઓની પણ કરાઈ બદલી...

બિગ બ્રેકિંગ : દિવાળીએ ગુજરાતના 17 IPS ઓફિસરોને બદલી-પ્રમોશનના ઓર્ડર છૂટ્યા

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર :દિવાળીના પ્રસંગે ગુજરાતમાં પોલીસ બેડામાં ચર્ચા ચર્ચા થઈ ગઈ. આજે દિવાળીએ ગુજરાતના 17 આઈપીએસ ઓફિસરોને બદલી અને પ્રમોશનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દિવાળીના દિવસે IPS અધિકારીઓની બદલી એકસાથે કરાઈ છે. સાથે જ અનેક IPS અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. કુલ મળીને 17 IPS અધિકારીઓની બદલીનો ઓર્ડર છૂટ્યો છે. અમદાવાદ શહેરના 3 અધિકારીઓની બદલી કરાઈ છે. તો રાજકોટના પોલીસ કમિશનરની પણ બદલી થઈ છે. 

  • IPS એસ. રાજકુમાર પાંડિયાની બદલી
  • IPS પાંડિયાની ADGP રેલવેમાં બદલી
  • IPS ખુરશીદ અહમદની બદલી કરાઈ
  • IPS ખુરશીદ અહમદની ADGP પ્લાનિંગ અને આધુનિકરણમાં બદલી
  • IPS પીયૂષ પટેલની બદલી કરાઈ
  • IPS પીયૂષ પટેલને સુરત રેંજ આઈજી બનાવાયા
  • IPS અજય ચૌધરીની બદલી કરાઈ
  • IPS અજય ચૌધરીની JCP સ્પેશિયલ સેલ અમદાવાદમાં બદલી
  • IPS એમ.એ. ચાવડાની બદલી કરાઈ
  • IPS એમ.એ. ચાવડાને IGP જૂનાગઢ રેંજ બનાવાયા
  • IPS અશોક યાદવની બદલી કરાઈ
  • IPS અશોક યાદવને IGP રાજકોટ રેંજ બનાવાયા
  • IPS સંદીપસિંહની બદલી કરાઈ
  • IPS સંદીપસિંહને IGP વડોદરા રેંજ બનાવાયા
  • IPS ગૌતમ પરમારની બદલી કરાઈ
  • IPS ગૌતમ પરમારને IGP ભાવનગર રેંજ બનાવાયા
  • IPS ડી.એચ. પરમારની બદલી
  • IPS ડી.એચ. પરમારને રક્ષાશકિત યુનિ.માં ડે.ડાયરેકટર બનાવાયા
  • IPS એમ.એસ. ભરાડાની બદલી કરાઈ
  • IPS એમ.એસ. ભરાડાને Ad.CP અમદાવાદ સેકટર 2 બનાવાયા
  • IPS ચિરાગ કોરડિયાની બદલી કરાઈ
  • IPS ચિરાગ કોરડિયાને DIGP પંચમહાલ રેંજ બનાવાયા
  • IPS મનોજ નિનામાની બદલી કરાઈમ અને ટ્રાફિકમાં બદલી
  • IPS એ.જી. ચૌહાણની બદલી કરાઈ
  • IPS એ.જી. ચૌહાણની Ad.CP અમદાવાદ ટ્રાફિકમાં બદલી
  • IPS આર.વી. અસારીની બદલી
  • IPS આર.વી. અસારીને DIGP ઈન્ટેલિજન્સ બનાવાયા
  • IPS કે. એન. ડામોરની બદલી
  • IPS કે. એન. ડામોરને Ad.CP સુરત સેકટર 2 બનાવાયા
  • IPS સૌરભ તોલંબિયાની બદલી કરાઈ
  • IPS  સૌરભ તોલંબિયાની બદલી Ad.CP રાજકોટ (એડમિન, ટ્રાફિક,ક્રાઈમ)
  • IPS નીરજ બડગુર્જરની બઢતી સાથે બદલી કરાઈ
  • IPS નીરજ બડગુર્જરને Ad.CP અમદાવાદ સેકટર 1 બનાવાયા

No description available.

No description available.

No description available.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, લાંબા સમયથી એટલે કે 3 થી વધુ વર્ષોથી જે અધિકારીઓ એક જ જગ્યાએ કાર્યરત હોય તેમની બદલી કરવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર આ આદેશના આંખ આડા કાન કરતી હતી. જે આઈપીએસ અધિકારીઓ એક જ જગ્યાએ હોય તેમને બદલવામાં આવે. ત્યારે આ બાદ ચૂંટણી પંચે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી બદલી કરીને તેનો રિપોર્ટ આપવાનો ચૂંટણી પંચે રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પરંતુ રાજ્ય સરકાર કોઈ કારણોસર આ પ્રક્રિયા હાથ ધરતી ન હતી. ચૂંટણી પંચે આ અંગે રિમાઈન્ડર પણ કર્યુ હતું. આખરે બે દિવસ પહેલા ચૂંટણી પંચે રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને સમન પાઠવ્યુ હતુ, કે કેમ આદેશનુ પાલન કરાતુ નથી. ત્યારે લપડાક પડ્યા બાદ વિભાગ હરકતમાં આવ્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 24, 2022

અન્ય અધિકારીઓની પણ બદલી થશે. 
આ પ્રથમ યાદી છે. આગળના સમયમાં બીજી યાદી આવી શકે છે. અન્ય સિનિયર ઓફોસરનો પણ અલગ અલગ જગ્યાએ પોસ્ટીંગ અપાઈ શકે છે. હજી અનેક સનિયર ઓફિસરોની બદલીના ઓડર આવશે. આજે જે 17 આઈપીએસ ઓફિસરોની બદલી થઈ છે, તેમાં કોઈની બઢતી સાથે બદલી તો કોઈને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news