Gujarat Corona Update: નવા 715 દર્દી 495 રિકવર થયા, 2 નાગરિકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 715 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 495 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.95 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 2,68,196 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 
Gujarat Corona Update: નવા 715 દર્દી 495 રિકવર થયા, 2 નાગરિકોનાં નિપજ્યાં મોત

ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 715 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 495 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.95 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 2,68,196 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 

અત્યાર સુધીમાં કુલ 18,38,382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 715 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 495 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.95 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,68,196 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4006 એક્ટિવ દર્દી છે જે પૈકી 51 લોકો વેન્ટીલેટર પર છે. 3955 લોકો સ્ટેબલ છે. 2,68,196 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4420 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news