આહનાની સરકારને ચેતવણી : કેરળ-મહારાષ્ટ્રના વેક્સિનેટેડ મુસાફરોને જ ગુજરાતમાં એન્ટ્રી આપો   

ગુજરાતમાં કોરોનાથી છેલ્લા બે મહિનાથી રાહતની સ્થિતિ છે અને છેલ્લા એક મહિનાથી દૈનિક ૩૦થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે ગુજરાતથી વિપરીત કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓગસ્ટના 26 દિવસમાં જ 4.92 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં પણ વધુ કેસ છે. જેથી કેરળ (kerala) અને મહારાષ્ટ્ર (maharastra) થી આવનારી વ્યક્તિએ કોરોના વેક્સિન (corona vaccine) ના બંને ડોઝ લીધો હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ તેવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા અનુરોધ કરાયો છે.
આહનાની સરકારને ચેતવણી : કેરળ-મહારાષ્ટ્રના વેક્સિનેટેડ મુસાફરોને જ ગુજરાતમાં એન્ટ્રી આપો   

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાથી છેલ્લા બે મહિનાથી રાહતની સ્થિતિ છે અને છેલ્લા એક મહિનાથી દૈનિક ૩૦થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે ગુજરાતથી વિપરીત કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓગસ્ટના 26 દિવસમાં જ 4.92 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં પણ વધુ કેસ છે. જેથી કેરળ (kerala) અને મહારાષ્ટ્ર (maharastra) થી આવનારી વ્યક્તિએ કોરોના વેક્સિન (corona vaccine) ના બંને ડોઝ લીધો હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ તેવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા અનુરોધ કરાયો છે.

આહનાની સરકારને રજૂઆત
કોરોના (corona update) ના સૌથી વધુ કેસ 64.37 લાખ સાથે મહારાષ્ટ્ર મોખરે છે. તો કેરળ 38.83 લાખ સાથે બીજા અને કર્ણાટક 29.42 લાખ સાથે ત્રીજા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટતા જનજીવન પૂર્વવત્ થઇ ગયું છે. ત્યારે આહનાના તબીબો કહે છે કે આ રાહતજનક સ્થિતિમાં બેદરકારી દાખવવાની ભૂલ ના કરવી જોઈએ. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને કહ્યું કે, કોરોનાના વધુ કેસ નોંધાઇ રહ્યા છે તેવા રાજ્યો કેરળ, મહારાષ્ટ્રથી આવનારા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ. આ જ રીતે ગુજરાતમાંથી પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ કેરળ-મહારાષ્ટ્ર જવાની મંજૂરી આપવા અંગે વિચારણા થવી જોઇએ. 

વેક્સીનેટેડ લોકોને ગુજરાતમાં પ્રવેશ આપો 
કેરળ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા લોકોએ રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ આપવા આહના દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે. કોરોનાની સ્થિતિને જોતા આહના દ્વારા સરકારને આ સૂચન કરાયું છે. સાથે જ તહેવાર પહેલા કોરોના બેકાબૂ થતો અટકાવવા સૂચન કર્યું છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ રાજ્ય સરકારને અપીલ કરી કે, ગુજરાતથી કેરળ અને મહારાષ્ટ્ર આવન-જાવન કરતી ફ્લાઈટ તેમજ રેલ વ્યવહારો પર કડક નિયંત્રણ લાગવુ જરૂરી છે. જે રાજ્યોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે છે એવા રાજ્યોમાંથી આવતા મુસાફરો વેક્સીનેટેડ હોય તો જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે. કેરળ અને મહારાષ્ટ્ર સતત કોરોના સંક્રમણનો દર વધતો જોવા મળી રહ્યો છે. આવામાં માત્ર RTPCR ટેસ્ટ હોય અને ગુજરાતમાં પ્રવેશ આપી દેવામાં આવે એ પૂરતું નથી. એવી જ રીતે જેમણે કોરોનાના બે ડોઝ લીધા છે તેવા જ મુસાફરોને ગુજરાતથી કેરળ અને મહારાષ્ટ્ર જવાની પરવાનગી આપવી જોઈએ.

સરકાર પગલા લે 
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ આપણે આ સ્થિતિને હળવાશથી લેવી જોઈએ નહિ. હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં કોરોનાની લહેર આવી શકે છે એવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝનું આયોજન કરવું જોઈએ. જો ફ્રન્ટલાઈન વોરિયર્સ બુસ્ટર ડોઝ સાથે વેક્સિનેટેડ હશે તો ભવિષ્યમાં પણ મોટી સમસ્યામાંથી બચી શકાશે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોનાનો માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે. સદભાગ્યે સ્થિતિ ખૂબ સારી છે. સરકાર તકેદારીના ભાગરૂપે પગલાં લઈ રહી છે. એવામાં હાલ નિશ્ચિન્ત રહેવું ભારે પડી શકે છે. તેથી સમજદારી અને નિયંત્રણ જ બચાવનો એકમાત્ર વિકલ્પ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news