ત્રીજી લહેર માટે અમદાવાદ કેટલુ તૈયાર? તબીબોએ કહ્યું-સાવધાની જરૂરી, પણ ડરશો નહિ

ગુજરાત (Gujarat Corona Update) ફરી એકવાર કોરોનામય બનવા તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અત્યાર સુધી 50...100 અને 150 જેટલાં કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ (omicron) માં ચિંતાજનક વધારો થયો છે. બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા 548 અને ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. જે છેલ્લાં 6 મહિના પછી નોંધાયેલા સૌથી વધારે કેસ છે. તો બીજી તરફ, ટ્રાવેલ હિસ્ટ્રી વગરના 9 ઓમિક્રોન દર્દીઓને કારણે ચિંતા વધી છે. આટલુ ઓછું છે ત્યાં ગુજરાતની શાળાઓમાં પણ કોરોના (corona case) વકર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોને કોરોના ડંખ્યો છે. કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 15થી 18 વર્ષના કિશોરો છે.  
ત્રીજી લહેર માટે અમદાવાદ કેટલુ તૈયાર? તબીબોએ કહ્યું-સાવધાની જરૂરી, પણ ડરશો નહિ

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત (Gujarat Corona Update) ફરી એકવાર કોરોનામય બનવા તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અત્યાર સુધી 50...100 અને 150 જેટલાં કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ (omicron) માં ચિંતાજનક વધારો થયો છે. બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા 548 અને ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. જે છેલ્લાં 6 મહિના પછી નોંધાયેલા સૌથી વધારે કેસ છે. તો બીજી તરફ, ટ્રાવેલ હિસ્ટ્રી વગરના 9 ઓમિક્રોન દર્દીઓને કારણે ચિંતા વધી છે. આટલુ ઓછું છે ત્યાં ગુજરાતની શાળાઓમાં પણ કોરોના (corona case) વકર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોને કોરોના ડંખ્યો છે. કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 15થી 18 વર્ષના કિશોરો છે.  

અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં 178 કેસ આવ્યા પણ એક પણ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી થયો. એટલે એક વાત સ્પષ્ટ છે કે કેસો વધવા છતાં હોસ્પિટલાઈઝેશન લગભગ નહિવત છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું કે, સિવિલમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં હાલ માત્ર 7 જ દર્દીઓ દાખલ છે, અને એ તમામ વિદેશથી પરત ફર્યા ફરેલા અને ઓમીક્રોન શંકાસ્પદ દર્દીઓ છે. જેથી કોરોના કેસો વધ્યા પણ હોસ્પિટલાઈઝેશન નથી થઈ રહ્યું એ રાહતની વાત છે. જો કે, તો પણ સાવચેતી જરૂરી છે.

અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસો મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યુ કે, કોરોના કેસો વધ્યા પણ હોસ્પિટલાઈઝેશન નથી થઈ રહ્યું એ રાહતની વાત છે. પરંતુ સારી અને ઝડપી થયેલા વેક્સીનેશનનું આ પરિણામ કહી શકાય. ત્રીજી લહેરની આશંકા આપણે છેલ્લા 3 મહિનાથી વ્યક્ત કરી રહ્યા હતા, પણ એના અંગે વધુ સ્પષ્ટતા આગામી 15 દિવસના કેસો બાદ કરી શકાશે. સિવિલ હોસ્પિટલમાં બીજી લહેર સમયે જ જરૂરી તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ, 550થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ પૂરતી માત્રામાં સ્ટોક કરી છે, તેમજ તમામ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ છે. 

હોસ્પિટલમાં સુવિધા અંગે તેમણે પ્રકાશ પાડ્યો કે, 200 બેડ હાલ કોરોના દર્દીઓ માટે ફાળવેલા છે અને જરૂર પડશે તો બેડ વધારીને 300 સુધી લઈ જવાશું. ત્યારબાદ પરિસ્થિતિ મુજબ બેડની સંખ્યામાં વધારો પણ કરી શકાશે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી પ્રસરે છે. એટલે સૌએ ભેગા મળીને સમજદારી દાખવવી પડશે. મેળાવડામાં જવાનું ટાળીશું, બિનજરૂરી પ્રવાસથી બચીશું, તો વધતા કેસોને રોકી શકાશે. વધી રહેલા કેસો ઓમિક્રોન વેરિયન્ટના હોઈ શકે એ નકારવું હાલ મુશ્કેલ રહેશે. પણ ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને ઓક્સિજનની પણ જરૂર નથી પડી રહી એવું જોવા મળી રહ્યું છે. તમામ માઈલ્ડ કેટેગરીમાં આવી સારવાર લઈ રહ્યા છે. 

તેમણે આ અંગે સલાહ આપતા કહ્યું કે, સાવચેત રહેવાની જરૂર છે, ડરવાની બિલકુલ જરૂર નથી. બે વર્ષથી કોરોના સામે લડી રહ્યા છીએ, સૌ કોઈ કોરોનાને હવે સમજે છે. સરકાર સગવડ કરી શકે પણ નાગરિક તરીકે આપણે સમજદારી દાખવીશું તો કોરોનાની ચેઈન તોડી શકીશું. મેળાવડા અને પ્રવસો તેમજ ભીડભાડથી બાળકોને દૂર રાખીએ એ જરૂરી છે. બે વર્ષ બાદ લોકડાઉન હવે ઉપાય ન હોઈ શકે. હાલ સ્કૂલો ચાલી રહી છે, વાલી પોતે નક્કી કરે કે બાળકને મોકવો છે કે નહિ. સ્કૂલ કોરોના ગાઈડલાઈનનું કેટલું પાલન કરે છે એ વાલીઓએ ચકાસવું જોઈએ અને એ મુજબ બાળકને સ્કૂલ મોકલવાનો નિર્ણય લેવો જોઈએ. સરકારે સ્કૂલ માટે ગાઈડલાઈન આપી છે, એ ફોલો થાય એ ખૂબ જરૂરી છે. આપણે આગળ વધવું પડશે, પરંતુ આગળ વધવામાં રિસ્ક ના હોવું જોઈએ, સમજદારીથી નિર્ણય લેવા પડશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસોથી તબીબો આશ્ચર્યચકિત અમદાવાદમાં 21 થી 29 ડિસેમ્બર સુધીમાં 810 કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 9 દિવસમાં 810 કોરોનાના કેસો સામે સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 22 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. 810 કેસો સામે હોસ્પિટલાઈઝેશન લગભગ નહિવત, તબીબો માટે રાહતના સમાચાર આજે અમદાવાદમાં 278 કોરોનાના દર્દીઓ નોંધાયા, જેમાંથી માત્ર એક જ દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે સિવિલ કેમ્પસની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં એકપણ દર્દી દાખલ થયો નથી. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓ જ સારવાર હેઠળ હતા. આ તમામ દર્દીઓ વિદેશથી પરત ફરેલા ઓમીક્રોન શંકાસ્પદ દર્દીઓ છે, કાલ બાદ આજે પણ એકપણ સ્થાનિક દર્દી કોરોનાની સારવાર માટે અમદાવાદ સિવિલમાં નથી થયો. દાખલ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કાલે 14 દર્દીઓ સારવારમાં હતા, આજે એક વધુ એમ કુલ 15 દર્દીઓ હવે ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં લઈ રહ્યા છે. સારવાર ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 21 ડિસેમ્બરે 33, 22 ડિસેમ્બરે 26, 23 ડિસેમ્બરે 43, 24 ડિસેમ્બરે 32, 25 ડિસેમ્બરે 63, 26 ડિસેમ્બરે 53, 27 ડિસેમ્બરે 100, 28 ડિસેમ્બરે 182 જ્યારે 29 ડિસેમ્બરે 278 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news