બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે?
Trending Photos
- દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે
- CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી
ઝી મીડિયા/બ્યૂરો :આગામી 3 દિવસમાં ગુજરાતના 6 મહાનગરોને નવા મેયર મળશે. અમદાવાદ, વડોદરા અને ભાવનગરને આવતીકાલે નવા મેયર મળશે. તો રાજકોટમાં 11 માર્ચે નવા મેયર ચૂંટાશે. સુરત અને જામનગરમાં 12 માર્ચે નવા મેયર ચૂંટાશે. તમામ મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેશે. મેયર સહિત મનપાના પદાધિકારીઓની ચૂંટણી કરાશે. તમામ 6 મહાનગરોને નવા મેયર અને પદાધિકારીઓ મળશે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠકમાં પદાધિકારીઓના નામ નક્કી કરાશે. CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી.
આ પણ વાંચો : રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે
કઈ પાલિકામાં કોનુ નામ ચર્ચામાં...
- અમદાવાદ
પ્રથમ અઢી વર્ષ એસસી માટે અનામત છે, જેમાં હિમાંશુ વાળા, ડો,ચંદ્રકાંત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકી, કિરીટ પરમાર, હેમંત પરમાર, અરવિંદ પરમારનું નામ ચર્ચામાં
- વડોદરા
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે. ડો.હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, કેતન પટેલ અને કેયૂર રોકડિયા
- સુરત
સુરતમાં મહિલા માટે પ્રથમ અઢી વર્ષ અનામત હોવાથી દર્શીની કોઠિયા, હેમાની બોઘાવાલા
- રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ માટે અનામત છે. જેમાં મેયર પદ માટે હીરેન ખીમણિયા, બાબુભાઈ ઉધરેજા, પ્રદીપ ડવ ચર્ચા, બાબુ ઉધરેજા ચર્ચામાં
- જામનગર
જામનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત છે. બીનાબેન કોઠારી, કુસુમ પંડ્યા, ડિમ્પલ રાવલ
- ભાવનગર
ભાવનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં
અમદાવાદમાં મેયર કરતા સ્ટેન્ડિંગ કમિમીના ચેરમેન માટે મથામણ
આવતીકાલે અમદાવાદ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી થશે. સોમવારે ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ભાજપમાં મથામણ ચાલી રહી છે. આ વખતે OBC અને સામાન્ય વર્ગમાંથી પસંદગીની મથામણ હોવાથી ગૂંચવાડો વધ્યો છે. ચેરમેન માટે અત્યારસુધી સામાન્ય વર્ગનો દબદબો રહ્યો છે. ત્યારે આજે સાંજ સુધીમાં હોદ્દેદારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. અમદાવાદમાં મેયર માટે કિરીટ પરમાર, હેમંત પરમાર, અરવિંદ પરમારના નામની ચર્ચા ચાલી રહી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે થલતેજના હિતેશ બારોટ, ઘાટલોડિયાના જતીન પટેલ, પાલડીના જૈનિક વકીલના નામોની ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે AMCની સામાન્ય સભા મળવા જઈ રહી છે, એ પહેલા ભાજપના કોર્પોરેટરની એજન્ડા બેઠક મળશે. જેમાં પ્રદેશમાંથી આવેલા બંધ કરવને ખોલી નામોની જાહેરાત કરવામાં આવશે. ત્યાર બાદ સભામાં નક્કી થયા બાદ સભ્યો હોદ્દેદારોના નામની દરખાસ્ત મુકશે. કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખશે, જેથી ધ્વનિમતથી ચૂંટણી થશે. ધ્વનિમતથી સભામાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી થશે. સાથે સભામાં ચૂંટાયા બાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠક મળશે. જેમાં કારોબારી સભ્યો ચેરમેનની વરણી કરશે.
આ પણ વાંચો : વડોદરાના નબીરાઓની મહેફિલ માટે આફ્રિકાથી આવ્યો હતો ‘ખાસ દારૂ’
રાજકોટના કોના નામ ચર્ચામાં...
રાજકોટને પણ શિવરાત્રિના પર્વ પર નવા મેયર મળશે. 11 માર્ચે નવા મેયરની નિમણૂંક કરાશે. મનપાની સામાન્ય સભામાં મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંક થશે. પ્રથમ અઢી વર્ષમાં મેયર પદ બક્ષીપંચ માટે અનામત છે. તો ત્યાર બાદના અઢી વર્ષ મહિલા માટે અનામત છે. ત્યારે રાજકોટના મેયર પદ માટે ચાર નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં ડૉ.પ્રદીપ ડવ અને ડૉ.અલ્પેશ મોરજરિયાના નામ આગળ છે. જેના બાદ હિરેન ખીમાણીયા અને બાબુ ઉધરેજાનું નામ ચર્ચામાં છે.
જામનગરમાં ત્રણ નામો પર મહોર લગાવાઈ - સૂત્ર
જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. ત્યારે આગામી 12 માર્ચે જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ સાથે ગઈકાલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાઈ ગઈ છે. ત્યારે મુખ્ય ત્રણ નામોની ચર્ચા સાથે આખરી મહોર લગાવી દેવામાં આવી હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં જૈન સમાજના બીનાબેન કોઠારી તેમજ બ્રહ્મ સમાજના કુસુમબેન પંડ્યા અને ડિમ્પલબેન રાવલનું નામ મેયરની રેસમાં ખુબ આગળ ચાલી રહ્યું છે. તો ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દાઓ માટે પણ નામ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : વાયુવેગે ફેલાઈ અમદાવાદમાં ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત, બાદમાં થયો ખુલાસો
કોંગ્રેસ પણ ઉભા રાખશે મેયર
5 મનપામાં કોંગ્રેસ મેયર, ડેપ્યુરી મેયરના ઉમેદવાર ઉભા રાખશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપામાં કોંગ્રેસ પણ દાવેદારી કરશે. તમામ મનપામાં વિપક્ષમાં બેસવા કોંગ્રેસને જનાધાર મળ્યો છે. ભાજપ સામે કોંગ્રેસ મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખશે. આ માટે ગુજરાત કોંગ્રેસે પાંચ મહાનગર પાલિકાના શહેર કોંગ્રેસના નેતાઓને સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે