ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો મજેદાર વીડિયો, જોઈને કહેશો ‘ક્યા બાત...’
Trending Photos
Gujarat Police Viral Video : ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્વિટ છે અને સતત કંઈક સારું શેર કરતા રહે છે. આવામાં હાલ તેમણે ગુજરાત પોલીસની પ્રશંસા કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં ગુજરાત પોલીસના કેડેટની ટીમ એક ગરીબ વૃદ્ધાની મદદ પહોંચી હતી. ત્યારે આ વીડિયો તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ટ્વિટર પર વીડિયો શેર કરતા હર્ષ સંઘવીએ લખ્યું કે, ગુજરાતના વૃદ્ધ નાગરિકો (દાદાદાદી) દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે સાંભળીને આનંદ થયો. SPC કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં સકારાત્મક મૂલ્યો, નેતૃત્વના ગુણો અને સામાજિક જવાબદારી કેળવવાનો છે અને સમુદાયના વરિષ્ઠ નાગરિકો દ્વારા આ કાર્યક્રમને માન્યતા અને પ્રશંસા મળી રહી છે તે જોઈને આનંદ થાય છે. SPC કાર્યક્રમ માત્ર પોલીસ અને યુવાનો વચ્ચે મજબૂત સંબંધ બાંધવામાં મદદ કરે છે પરંતુ યુવા પેઢીમાં કાયદો અને વ્યવસ્થા માટે આદરની ભાવનાને પણ ઉત્તેજન આપે છે. વૃદ્ધ નાગરિકોની સામેલગીરી અને સમર્થન કાર્યક્રમની અસરને વધુ મજબૂત બનાવી શકે છે અને વધુ યુવાનોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. સમુદાયમાં દરેક માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જરૂરી છે, અને SPC પ્રોગ્રામ આ ધ્યેય હાંસલ કરવા તરફનું એક સકારાત્મક પગલું છે. યુવાનોમાં જવાબદારીની ભાવના અને જાગરૂકતા કેળવીને, આપણે બધા માટે સારું ભવિષ્ય બનાવવાની દિશામાં કામ કરી શકીએ છીએ.
It's great to hear that the Student Police Cadet program is being welcomed by the elderly citizens (dada dadi) in Gujarat.
The SPC program aims to instill positive values, leadership qualities, and social responsibility among the youth, and it is heartening to see the program… pic.twitter.com/kcEJAvUu1X
— Harsh Sanghavi (@sanghaviharsh) April 4, 2023
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં હર્ષ સંઘવી ગૃહમંત્રી છે. પરંતુ લોકોને જાણીને નવાઈ લાગશે કે, ભુપેન્દ્ર પટેલ સરકારમાં અંગ્રેજીમાં કડકડાટ વાતો કરનાર આંગળીનાં વેઢે ગણાતા મંત્રીઓમાં તેમનો સમાવેશ થાય છે. હર્ષ સંઘવી 16થી વધુ દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. હર્ષ સંઘવી ગુજરાતનાં યુવા ગૃહમંત્રી છે. ગૃહમંત્રી બનતાની સાથે જ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા તેમણે અભ્યાન ચાલુ કરી દીધું છે. હર્ષ સંઘવી કહે છે કે, એક સમયે તે પણ સિગારેટનાં વ્યસની હતા. પરંતુ નરેન્દ્ર મોદીનાં કહેવાથી સિગારેટનું વ્યસન છોડી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે