ગુજરાતમાં ફરી ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ! યુવતીના ગળે ચપ્પુ મૂકી યુવકે દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે બેસતી હતી. કોલેજનો વિદ્યાર્થી ન હોવા છતાં આરોપી યુવક મિત ઝાલાડિયા અવાર નવાર બાઈક પર કોલેજમાં આટા ફેરા મારવા આવતો..

ગુજરાતમાં ફરી ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ! યુવતીના ગળે ચપ્પુ મૂકી યુવકે દુષ્કર્મ આચર્યું

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ગિરીશમા જેવી ઘટના બનતા રહી ગઈ છે. સરથાણા વિસ્તારમાં 21 વર્ષીય કોલેજની વિદ્યાર્થીની સાથે બદમાશે દુષ્કર્મ આચર્યું છે. કોલેજમાં જતી વિદ્યાર્થીની સાથે આરોપીએ મિત્રતા કરી હતી. મિત્રતા કરી યુવતીને ફસાવી જબરન દુષ્કર્મ આચરી અશ્લીન વિડીયો બનાવી લીધો હતો. જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી યુવતીને ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરી યુવતીને હોટેલમાં બોલાવી હતી અને યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ યુવતીના ગળા પર ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે બેસતી હતી. કોલેજનો વિદ્યાર્થી ન હોવા છતાં આરોપી યુવક મિત ઝાલાડિયા અવાર નવાર બાઈક પર કોલેજમાં આટા ફેરા મારવા આવતો હતો.યુવતીના મિત્રો પાસે આવી વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે વિદ્યાર્થીનીના મિત્રએ જ વિદ્યાર્થીની ને ફોન કરી જણાવ્યું હતું કે મીત ઝાલાવાડીયાને તુ ગમે છે. 

તેવું કહેતા વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે તેને તો હુ શું કરુ ? મારે કાંઇ કરવું નથી." તેવું કહેતા મિત્ર એ વિદ્યાર્થીનીને તેની સાથે વાત કર તેમ કહી આરોપીને ફોન આપી દીધો હતો.આરોપીએ ફોન પર કીધું કે  મને 'તુ મને ગમે છે. હું તને લવ કરુ છુ. 'તેવું કહેતા વિદ્યાર્થીનીએ તેને ના પાડી દીધેલ હતી. આરોપીએ વિદ્યાર્થીનીનો ફોન નંબર મેળવી અવાર-નવાર દિવસ- રાતના સમયે વિદ્યાર્થીની ને ફોન કરી  હું તને લવ કરું છું તુ એકવાર ટ્રાય કર તને પણ મારી સાથે લવ થઈ જાશે. તેમ કહી પરેશાન કરતો હતો.પરંતુ હું વિદ્યાર્થીનીએ ના પાડતી હતી. ત્યારબાદ મીત ઝાલાવાડીયા વિદ્યાર્થીની ન વોસટએપમાં મેસેજ કરી ફક્ત ફ્રેન્ડશીપ કરવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીનીએ  તેની સાથે વોટસએપ પર  મિત્ર તરીકે વાત કરતી હતી.ત્યારબાદ આરોપીએ મિત્ર તરીકે વિદ્યાર્થીનીને કોફી પીવા માટે તેની ફોરવ્હીલ ગાડીમાં બેસાડી વેસુ કાફેમા લઇ ગયો હતો. કોફી પીધા પછી ત્યાર બાદ ઘરની પાસે ઉતારી ગયેલ હતો. 

ફરી આરોપીએ વિદ્યાર્થીનીને ફોન કરી  બહાર ફરવા જઇએ કીધું  હતું.વિદ્યાર્થીનીને  ફોરવ્હીલ ગાડી બેસાડી એક હોટેલના એક રૂપમાં લઇ ગયો હતો. વિદ્યાર્થીનીને શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. વિદ્યાર્થીનીએ ના પાડી હતી. બાદમાં આરોપીએ  વિદ્યાર્થીની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો.અને આ વાત કોઇને કહેતી નહી હુ બીજી વાર આવુ નહી કરુ તેવુ કહી વિદ્યાર્થીનીને સોસાયટીની બહાર ઉતારી ગયો  હતો.

ત્યારબાદ એકાદ મહીના બાદ આરોપીએ વિદ્યાર્થીનીને ફોન કરી સોસાયટીની બહાર આવવાનું કીધું હતી. વિદ્યાર્થીનીએ તેને ના પાડતા તેણે હુ તારા ઘરે આવી આપડા સંબંધોની જાણ કરીશ તેવું કહી ધમકી આપી હતી. વિદ્યાર્થીની ગભરાઇ જતા ગાડીમાં બેસી ફરી હોટલમાં ગઈ હતી. હોટેલની રૂમમાં લઇ જઇ શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. વિદ્યાર્થીનીએ ના પાડતા ઝાપટ મારી વાળ ખેંચી ગળુ દબાવવાની કોશીષ કરી હતી.અને  સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. આરોપીએ અશ્લીલ વીડિયો મોબાઈલ ફોનમાં બનાવી લીધો હતો. ત્યારબાદ આરોપી અવારનવાર વિદ્યાર્થીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજારતો રહેતો હતો.

એક દિવસ વિદ્યાર્થીનીનો જન્મ દિવસ હોય જેથી તે ટ્યુશનના મિત્રો સાથે   કાફેમા ગયેલ હતો.તે વખતે મીત ઝાલાવાડીયા પાછળ-પાછળ આવી કાફેની સામે વિદ્યાર્થીનીને ગાડીમા બેસી જવાનું કહેતો હતો. તેને ના પાડતા આરોપીએ  વીડીયો તારા બધા મિત્રોને બતાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી ગભરાઈને વિદ્યાર્થીની  ગાડીમાં બેસી ગઈ હતી.ત્યાર બાદ આરોપી વિદ્યાર્થીનીને અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો. ગાડીમાં મારઝુડ કરી હતી.બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં ચપ્પુ ગળા પર રાખી જાનથી મારી નાખવાની ધમકી પણ હતી. ત્યારબાદ વિદ્યાર્થીને ફાફે પાસે ઉતારીને ચાલી ગયો હતો.

ફરી આરોપીએ વિદ્યાર્થીની ને બોલાવતા આરોપીના ત્રાસથી આખરે સમગ્ર હકીકત વિદ્યાર્થીનીએ આ વાત સમાજસેવકને જણાવી હતી.સમાજ સેવકે તાત્કાલિક આ બાબતની વાત વિદ્યાર્થીનીના પરિવારને કરી હતી.અને તેઓ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મિત ઝાલાવડિયા ને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી છેલ્લા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news